તાપી જિલ્લામાં ચોરીની ઘટનાઓ બનાવી કોઈ મોટી વાત નથી. કારણ કે થોડા સમય પહેલા વ્યારાના સ્વામીનારાયણ મંદિરમાં ચોરી થઈ, ત્યાર પછી કાકરાપાર ટાઉનશીપમાં ચોરી થઈ જે રીતે ચોરીની ઘટનાઓ વધી રહી છે. તેના પરથી સાફ કહી શકાય કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો, વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંકના એટીએમમાંથી રાત્રિ દરમ્યાન લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
કેટલાક ભેજાબાજ રાત્રિનો ફાયદો ઉઠાવી ATM તોડી લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ ચોર એટલા ભેજાબાજ હતા કે, બેંકમાં લાગેલા સીસીટીવી પર પહેલા સ્પે મારી દીધું અને ત્યાર બાદ ખેલ શરૂ કર્યો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોર ટોળકી કટર મશીન લઈને આવ્યા હતા.અને રાત્રિનો ફાયદો ઉઠાવી ATM તોડી રૂપિયા લઈ ફરાર થઈ ગયા.
આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં ATM પાસે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા પરંતુ ત્યાં સુધી તો ચોર ટોળકી રૂપિયા લઈ ફરાર થઈ હતી.આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે આ ભેજાબાજ ચોર ક્યારે પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું.