ગુજરાતમાં પોલીસની ભરતી માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીની શરૂઆત થઈ ચૂકી છે. જેના માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કુલ 15 જેટલા ગ્રાઉન્ડો પર ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. આ ગ્રાઉન્ડમાં ખાસ કરીને જૂનાગઢ, અમદાવાદ, ગોધરા, નડિયાદ, ગોંડલ, વાવ, ખેડા, મહેસાણા, હિંમતનગર, ભરૂચ આ તમામ ગ્રાઉન્ડ ભાઈઓ માટે છે. જ્યારે અન્ય ચાર ગ્રાઉન્ડ બહેનો માટે છે જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે.

કામરેજના વાવ (SRP) ગ્રાઉન્ડ પર યુવકનું મોત
સુરત કામરેજના વાવ (SRP) ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા માટે તાપી જિલ્લાનો ઉમેદવાર સંજય રસિક ગામીત શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો. તે દરમ્યાન યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલો ઉમેદવાર શારીરિક કસોટીની પ્રથમ બેન્ચમાં દોડી રહ્યા હતો ત્યારે દોડતા દોડતા 12 રાઉન્ડના અંતે ટ્રેક પર અચાનક ઢળી પડ્યો હતો. ઘટના સ્થળે હાજર મેડિકલની ટીમે યુવકને CPR આપી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. સાથે જ ગ્રાઉન્ડ પર હાજર ડૉક્ટરની ટીમે પણ યુવકને બચાવવાના તમામ પ્રયાસો કર્યો હતા. પરંતુ યુવક બચી શક્યો ન હતો.
મૃતક યુવક 36 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. અને વ્યારા તાલુકાના ચીખલવાવનો રહેવાસી હોવાનો માહિતી સામે આવી છે.મહત્વનું છે કે, મૃતક યુવક છેલ્લાં ઘણાં સમયથી PSIની પણ તૈયારી કરી રહ્યો હતો. જેના માટે તેમની શારિરીક કસોટી માટેની પરીક્ષા વાવ ખાતે આવેલા SRP ગ્રાઉન્ડમાં હતી. જેથી યુવક ગ્રાઉન્ડમાં દોડી રહ્યો હતો. તે સમયે અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળ પર જ યુવકનું મોત થયું હતું.