ગુજરાતમાં નકલીની ભરમાર આજે પણ યથાવત છે. કારણ કે ગુજરાતના ગમે તે જિલ્લામાંથી દરરોજ કંઈકને કંઈક વસ્તુ નકલી ઝડપાતી હોય છે. ક્યારેક નકલી પોલીસ, નકલી કચેરી, નકલી પનીર, નકલી તેલ, નકલી IPS અધિકારી ઝડપાતા હોય છે. આ બધાં વચ્ચે હીરા નગરી સુરતમાંથી ફરી એકવાર નકલી ડૉક્ટર ઝડપાયો છે.
4 વર્ષથી ચલાવતો હતો ક્લિનિક
પોલીસ સકંજામાં આવેલો ભેજાબાજ શખ્સ છેલ્લાં ચાર વર્ષથી સુરત શહેરના લસકાણાના ડાયમંડ નગરમાં પોતાનું ક્લિનિક ચલાવતો હતો. ભેજાબાજ શખ્સ અન્ય ડૉક્ટર પાસે કમ્પાઉન્ડર તરીકે કામ શીખ્યો હતો અને પછી ધીરે ધીરે પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રૂપિયા કમાવતો હતો.
ઠગાઈનો ધંધો વધારે ન ચાલ્યો
ગુજરાતીમાં કહેવાત છે કે ખોટા કાંડ વધારે સમય ચાલતા નથી. અને આ કેસમાં પણ આવું જ કંઈક બન્યું આરોપીએ ચાર વર્ષ સુધી ખોટો ધંધો ચલાવ્યો પણ એક દિવસ LCBના સકંજામાં આવી ગયો અને સમગ્ર ઠગાઈના કાંડનો પર્દાફાશ થઈ ગયો. હાલ તો પોલીસ આ શખ્સની ધરપકડ તેના ક્લિનિકમાંથી દવાનો જથ્તો, ક્લિનિકના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ શખ્સ પર કાર્યવાહી કરતા અન્ય ઠગાઈનો ધંધો કરનારા શખ્સોમાં પણ ફફટાડ ફેલાયો છે.