ગુજરાતમાં વધુ એક હત્યાની ઘટના બનતા ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટમાં એક પાડોશીએ બીજા પાડોશીની ઘાતકી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી અને પોતે કોઈ ક્રાઈમ ન કર્યો હોય તેમ વર્તન કરતો રહ્યો છે. હત્યાની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હત્યારો કોણ છે ? અને હત્યા શા માટે કરી તે દિશામાં તપાસ હાથ ધરી તો સત્ય ઘટના જે સામે આવી તે જાણી અનેક લોકો વિચારમાં પડી ગયા ત્યારે જાણીએ શું છે સમગ્ર મામલો અને શા માટે હત્યા કરવામાં આવી.
શા માટે કરી હત્યા ?
મહેસાણામાં થોડા દિવસ પહેલા એક યુવક ગુમ થયો હોવાની માહિતી મળી હતી. યુવક ક્યાં ગયો હશે તે દિશામાં પોલીસ દ્વારા અને પરિવારના સભ્ય દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે બાદ ખાનગી સૂત્રો પાસેથી જે યુવક ગુમ થયો હતો તેની લાશ કેનાલમાં પડી હોવાની જાણ થઈ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકનો મૃતદેગ બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.
પાડોશીએ કરી પાડોશીની હત્યા
થોડા સમય પહેલા મોઢેરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. અજાણી લાશ ગુમ થયેલા ભરતજી ઠાકોર નામના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરતા આ હત્યા સંજયજી ઠાકોરે કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે હત્યા કરનારા સંજયજી ઠાકોરની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું કે, હત્યા પ્રેમ સંબંધની શંકામાં કરી હોવાનું સામે આવ્યું હતું.
હત્યારના બહેન સાથે પ્રેમસંબંધની શંકા
હત્યા કરનાર સંજયજી ઠાકોરો પોલીસ તપાસમાં જણાવ્યું કે, મારી બહેન સાથે મૃતકનો પ્રમ સંબંધ હોવાની મને શંકા જતા પાડોશી ભરતજી ઠાકોરને બાઈક પર બેસાડી મોઢેરા વિસ્તારમાં લાવ્યો હતો અને મારી જે ચપ્પું હતું તેનાથી હત્યા કરી લાશને મેં કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. હાલ તો પોલીસે હત્યા કરનાર શખ્સને ઝડપી પાડી જેલમાં પૂરી દીધો છે. જ્યારે મૃતકનો પરિવારનો એક સભ્યની પોલીસે ધરપકડ કરી લીધી હોવાથી સમગ્ર પરિવાર વેર વિખેર થઈ ગયો છે. અને કહેવાય છે કે આરોપી ગમે તેટલો શાતિર કેમ ના હોય પણ એકને એક દિવસ પોલીસના સકંજમાં આવી જ જતો હોય છે. અને આ ઘટનામાં પણ આરોપી પોલીસની પકડમાં આવી ગયો અને કાંડ ખુલ્લો પડી ગયો.