ભરૂચમાં અનેકવાર ગેસ લીકેજથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ બધાં વચ્ચે ફરી એકવાર ભરૂચની દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં મોટી દુર્ઘટના બની હતી. અંહી ગેસ લીકેજ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 4 કામદારોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ બીજી તરફ 108ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાયટર અને 108ની ટીમે ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી તો 4 લોકોના કરૂણ મોત થઈ ચુક્યા હતા.
આ ઘટનામાં મોતને ભેટલા લોકોને GFL કંપની દ્વારા રૂપિયા 25 લાખની વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઘટના બાદ SDM અને દહેજ મરીન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સાથે યોગ્ય તપાસ કરી વળતર આપવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, કંપનીના CMS પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ સામે આવતા ઈજાગ્રસ્ત કામદારોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ ત્યાં સુધી તો કામદારોએ પોતાનો જીવ છોડી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કામદારોને સારવાર માટે ખસેડ્યા હતા ત્યાં કામદારોના મોત થયા હતા.
કેન્દ્રની ટીમે માહિતી મેળવી:-
આ ઘટના ગંભીર ઘટનાની માહિતી કેન્દ્રની ટીમે પણ લીધી હતી અને જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેએ આ ઘટનાની માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અંમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચિત કરી તમામ માહિતી મેળવી હતી.કેન્દ્રની ટીમે ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના કેવી રીતે બની કોણ જવાબદાર છે તે અંગોનો ચિતાર મેળવ્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં યોગ્ય તપાસ કરી રિપોર્ટ પણ સોંપવા માટે જણાવ્યું હતું. મહત્વનુ છે કે, ભરૂચ ઝઘડિયામાં થોડા સમય પહેલા પણ આગ ફાટી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં કંપનીમાં નુકશાન થયું હતું. આ વખતે ફરી આગ લાગતા 4 કામદારોના મોત થયા છે. હજુ તો થોડા સમય પહેલા બનેલી ઘટનામાં પણ લોકોના મોત થયાં હતા. જે ઘટનાને લોકો ભૂલ્યા નથી ત્યાં તો ફરી આગ લાગતા 4 કામદારોના મોત થયા છે.