ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિડની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની ઈજાના કારણે ભારતને ઘણું નુકસાન થયું અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.. ઓસ્ટ્રેલિયાએ 162 રનના લક્ષ્યાંક પર ચાર વિકેટ ગુમાવી લીધી હતી. આ બધાં વચ્ચે હવે એવી માહિતી સામે આવી રહી છે કે, ઈજાથી પીડિત બુમરાહ હવે આવતા મહિને 19 ફેબ્રુઆરીથી રમનારી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે ઇંગ્લેન્ડ વિરુદ્ધની મર્યાદિત અવરોની શ્રેણી ગુમાવી શકે છે અથવા તો શ્રેણીની અમુક મેચમાં જ રમતો જોવા મળી શકે છે. પસંદગીકારોની નજર ચેમ્પિયન ટ્રોફી માટે મજબૂત ટીમ પસંદ કરવામાં છે.
ઇંગ્લેન્ડની ટીમ પાંચ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમવા ભારતના પ્રવાસે આવી રહી છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતના એક ત્રણથી પરાજય છતાં બુમરાહ 32 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે દુબઈમાં રમશે. બુમરાહને ઇજનેરી હોવાથી તેના ઓછામાં ઓછા બે થી ત્રણ અઠવાડિયાના આરામની જરૂર પડશે ઇંગ્લેન્ડ સામે જેથી બુમરાહા ટી ટ્વેન્ટી સિરીઝમાં નહીં રમે પરંતુ વન-ડે સિરીઝની ઓછામાં ઓછી બે મેચમાં રમી શકે છે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ 12 ફેબ્રુઆરી અમદાવાદમાં રમવાની છે જે મેચમાં બુમરાહ રમી શકે છે. જોકે અન્ય મેચ ન રમતા બુમરાહાએ હતાશા વ્યક્ત કરી હતી. જોકે તેને શરીરની મર્યાદાઓનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો બુમરાહ ત્રીજા દિવસે બોરિંગ કરી શક્યો ન હતો જ્યારે ભારતે પડકાર જનક પિચ પર 162 રનનો સાધારણ લક્ષણને બચાવવાના પડકારનો સામનો કરવો પડ્યો હતો. બુમરાએ ટેસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું હતું કે આ ખરેખર નિરાશા જનક હતું પરંતુ કેટલીક વાર તમારે તમારા શરીરનું પણ માનવું પડે છે તમે તેની સામે લડી શકતા નથી
ચેમ્પિયન સ્ટ્રોફીમાં બુમરાહને મોટી જવાબદારી મળે તેવી શક્યતાઓ:-
ચેમ્પિયન સ્ટ્રોફી 2025 આવતા મહિને પાકિસ્તાન અને ભારત વચ્ચે દુબઈમાં શરૂ થઈ રહી છે ભારતની તમામ મેચો દુબઈમાં રમાશે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રિત બુમરાહ બે મેચોમાં ભારતીય ટીમનો સુકાની રહ્યો હતો. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેની મોટી જવાબદારી મળે તેવી શક્યતાઓ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બની શકે છે અહેવાલ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુકાની તરીકે રોહિત શર્મા નિશ્ચિત છે જો બુમરાહ સંપૂર્ણપણે ફીટ હશે તો તેને પણ સુકાની બનાવી શકાય તેવી પૂરી શક્યતાઓ છે.