ભારતની મહિલા ખો ખોની ટીમ વર્લ્ડ ચેન્પિયન બનતા દેશના ચારે ખૂણેથી મહિલા ખો ખો ટીને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. મહિલા ટીમ ઈન્ડિયાએ ખો ખો વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં નેપાળને હરાવીને પ્રથમ ચેમ્પિયન બની ગઈ છે. ફાઇનલ મેચ 78-40 થી જીતી હતી ભારતની મહિલા ખો ખો ટીમે

સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું.
૧૩ જાન્યુઆરીથી નવી દિલ્હીમાં ખો ખો વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો. મહિલા ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ દક્ષિણ કોરિયા સામે રમી હતી. ભારતે આ મેચ ખૂબ મોટા અંતરથી જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ કોરિયાને ૧૭૫-૧૮થી હરાવ્યું. ભારતે પોતાની બીજી મેચ ઈરાન સામે રમી. આ મેચ ૧૦૦-૧૬ ના માર્જિનથી જીતી હતી. આ પછી, ટીમ ઈન્ડિયાએ મલેશિયાને હરાવ્યું. આ મેચ ૧૦૦-૨૦ થી જીતી હતી.

ફાઇનલ મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ હતી
મહિલાઓની ફાઇનલ મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતનો સામનો નેપાળ સામે થયો હતો. જોકે, ટીમ ઈન્ડિયાએ મોટી લીડ સાથે મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ તેમને 78-40 ના માર્જિનથી હરાવ્યા. ફાઇનલ જીતીને, ટીમ ઇન્ડિયા ખો ખો વર્લ્ડ કપની પ્રથમ ચેમ્પિયન બની છે. તેણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું.

તાપીની દિકરીની કમાલ:-
ભારતીય ખો ખોની ટીમમાં તાપીની દિકરીનો પણ સમાવેશ થાય છે. ભારતીય ખો ખો ટીમમાં ઓપીનાર દેવજી ભીલારનો પણ સમાવેશ થયો છે. આ દિકરીએ પણ ભારતીય ટીમની જીત માટે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. આ દિકરીએ ભારત દેશની સાથે સાથે તાપી અને ડાંગ જિલ્લાનું પણ નામ પણ વિશ્વ સ્તરે રોશન કર્યું છે. આ દિકરીની મહેનતને લાખ લાખ સલામ.