ભારતની મહિલા ટીમે બુધવારે જોરદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાનાએ ૭૦ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી જ્યારે પ્રતિકા રાવલે પ્રથમ સદી સાથે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. કારણ કે તેમણે આયર્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ૩૦૪ રનની પોતાની સૌથી મોટી જીત નોંધાવી શ્રેણી પણ ૩-૧થી પોતાના નામે કરી લીધો. સ્મૃતિ ૧૩૫ રન ૮૦ બોલમાં બનાવ્યા હતા. જેમાં ૧૨ ચોગ્ગા, સાત છગ્ગા સાથે સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. જ્યારે પ્રતિકાના ૧૨૯ બોલમાં ૧૫૪ રન જેમાં ૨૦ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતે પાંચ વિકેટે ૪૩૫ રન બનાવ્યા હતા ૫૦ ઓવરના ફોર્મેટમાં તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર માનવામાં આવે છે.
આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી :-
આયર્લેન્ડની વાત કરીએ તો, આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. આયર્લેન્ડે 24 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઓર્લા પ્રેન્ડરગાસ્ટ 36 રન અને સારાહ ફોર્બ્સ 41 રન કરી ત્રીજી વિકેટ ગુમાવી હતી. તનુજાએ પ્રેન્ડરગાસ્ટને આઉટ કર્યા પછી, ભારતીયોએ આઇરિશ બેટિંગ ઓર્ડરના સાત ખેલાડીઓને ફક્ત 33 રનમાં આઉટ કરી ધૂળ ચાટતા કરી દીધા હતા.આ સાથે, ભારતીય ટીમ રનની દ્રષ્ટિએ તેની સૌથી મોટી જીત નોંધાવવામાં સફળ રહી છે. આ પહેલા, ટીમે 2017માં દક્ષિણ આફ્રિકામાં આ જ પ્રતિસ્પર્ધી સામે 249 રનથી જીત મેળવી હતી. આ પહેલા સ્મૃતિએ માત્ર 70 બોલમાં પોતાની 10મી ODI સદી ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ સાથે, સ્મૃતિએ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે હરમનપ્રીત કૌરની 87 બોલમાં બનાવેલી સદીને પણ પાછળ છોડી દીધી.
મહિલા ટીમે પહેલી 400નો આંકડો કર્યો પાર:-
ભારતીય મહિલા ટીમે પહેલી વાર 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે ચુનંદા યાદીમાં જોડાવામાં સફળ રહી. આ મહિલા વનડે ક્રિકેટમાં ચોથો સૌથી મોટો સ્કોર પણ છે. સ્મૃતિએ 39 બોલમાં તેની 31મી ODI અડધી સદી પૂરી કરી અને ડાબા હાથની આ બેટ્સમેન કેટલાક હવાઈ શોટ મારવામાં પણ શરમાઈ નહીં. તેની ઇનિંગમાં સાત છગ્ગા અને 12 ચોગ્ગાનો સમાવેશ થયો છે.
તો બીજી તરફ રેલવેનું પ્રતિનિધિત્વ કરતી દિલ્હીની ક્રિકેટર પ્રતિકાએ તેના કેપ્ટનને સંપૂર્ણ ટેકો આપતા શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પણ પોતાની છઠ્ઠી ઇનિંગમાં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને આ મેચને વધુ ખાસ બનાવી હતી. ૧૨૯ બોલમાં ૧૫૪ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી શ્રેણીમાં ડેબ્યૂ કરનાર 24 વર્ષીય ખેલાડીએ ચાર ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. આ વખતે તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ૧૦૦ બોલમાં સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.