24 C
Ahmedabad
Saturday, March 22, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભારતે કેનેડાને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો..કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ


કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો અને ટોચના ભારતીય રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. તે જ સમયે, ભારતે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો અને થોડા કલાકો પછી, કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. રાજદ્વારીને 5 દિવસમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હકીકતમાં, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કેનેડાની સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેણે ભારત પર સીધો આરોપ લગાવ્યો. એટલું જ નહીં પરંતુ કેનેડાના વિદેશ મંત્રીએ પણ આવી જ વાતો કહી. આ પછી ભારતે એક નિવેદન જારી કરીને કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેનેડા પર હત્યાનો આરોપ અત્યંત વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત છે.

રાજદ્વારીને હાંકી કાઢવા પર ભારતે શું કહ્યું?

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને મંગળવારે બોલાવવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે ભારતે નવી દિલ્હીમાં હાજર એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહેવાનો નિર્ણય કર્યો છે. રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય કેનેડિયન રાજદ્વારીઓની આપણા આંતરિક બાબતોમાં દખલ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતાને દર્શાવે છે.’

કોણ હતા હરદીપ સિંહ નિજ્જર, કોના પર છે હોબાળો?

હરદીપ સિંહ નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંકળાયેલા હતા. ગુરુપતવંત સિંહ પન્નુ પછી તેઓ આ જૂથના બીજા નેતા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર જલંધરના ભરસિંહ પુરા ગામનો રહેવાસી હતો. તેઓ 1996માં કેનેડા ગયા હતા. તેણે કેનેડામાં પ્લમ્બર તરીકે કામ શરૂ કર્યું. પરંતુ ટૂંક સમયમાં જ તે ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો.

નિજ્જર કેનેડાનો નાગરિક બની ગયો હતો. આ જ કારણ છે કે તેમની હત્યા બાદ કેનેડામાં કેટલાક શીખ અલગતાવાદી સંગઠનોએ સરકાર પર હત્યાની તપાસ માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. કેનેડિયન પીએમે નિજ્જરની હત્યા અંગે સંસદમાં પણ કહ્યું હતું કે તેમની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા ખાલિસ્તાની પ્રવૃત્તિઓનું હબ બની ગયું છે. અહીં ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!