આજકાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે કે શાહરુખ ખાનને સરકારની એક ભૂલના કારણે 9 કરોડ રૂપિયા આપવા પડશે. હવે વાત કરીએ સમગ્ર અહેવાલની તો બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ખૂબ આલીશાન માનવામાં આવે છે. અને આજ બંગલાને લઈ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. રોજના હજારો ચાહકો તેમના બંગલાની એક ઝલક જોવા માટે આવતા હોય છે. અને શાહરૂખ ખાન પણ તેમના ચાહકોને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઇ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્શાળી છે તેવું એ ઘણી વખત કઈ ચૂક્યો છે.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2019માં બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે 25 ટકા ફી ચૂકવી હતી. તેનો આધાર 27.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કિંમત જમીનના આધારે નહી પરંતુ પૂરા બંગલાના આધારે જોવામાં આવી હતી. આ એક ભૂલ હતી. આ અંગે જયારે શાહરૂખના પરિવારને ખબર પડી ત્યારે શાહરૂખની પત્ની ગૌરી ખાને આ બાબતે એક્શન લેતા રીફંડની માંગ કરી હતી. હવે આ મામલે માહિતી એવી મળી છે કે, રાજ્ય સરકારની આ ભૂલના કારણે શાહરૂખ ખાનને તેના બંગલા ‘મન્નત’ માટે રૂપિયા 9 કરોડ રૂપિયા આપવા પડશે.
2446 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે
બંગલોબોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનનો આ બંગલો 2,446 ચોરસ ફૂટમાં ફેલાયેલો હોવાનું માહિતી મળી રહી છે. શાહરૂખ ખાને સરકારની નીતિ હેઠળ આ નિર્ણય લીધો હતો અને પોતાના ઘરનાં માલિકીના હકો મેળવવા માટે આ પગલું ભર્યું હતું. જ્યારે શાહરૂખે વર્ષ 2022માં ક્ન્વર્જન ફીની ગણતરી કરી ત્યારે તેને સરકારની આ ભૂલની ખબર પડી હતી. ત્યારે હવે શાહરૂખાને સરકારની આ ભૂલ માટે 9 કરોડ રૂપિયા મળશે.