રાજકોટ નજીકના સોખડા ગામે રહેતા વર્ષાબેન માધવભાઈ ગોરીયા પર ગામમાં જ રહેતા તેની પિતરાઈ બહેનના મંગેતર પ્રકાશે એસીડ એટેક કર્યો હતો જેના કારણે વર્ષાબેનને 25% ચહેરો અને શરીરના બીજા ભાગો બળી ગયા હતા ઘટના બાદ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
શું છે સમગ્ર મામલો
ખાનગી હોસ્પિટલમાં દાખલ વર્ષાબેન પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં 12 વર્ષનો પુત્ર અને દસ વર્ષનો પુત્ર છે તેનું માવતર વાંકાનેર તાલુકાના જડેશ્વર કોઠારીયા ગામે છે તેના સગા કાકા જયરામભાઈ મનજીભાઈ મકવાણાની પુત્રી પારસની સગાઈ તેના ગામના અને તેની જ જ્ઞાતિના પ્રકાશ સાથે એકાદ વર્ષ પહેલા થઈ હતી જે સગાઈ તેને જ કરાવી હતી બીજા યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા જેથી પ્રકાશ ઘરે આવી પારસ ક્યાં જતી રહી તેમ મને કહેતા નથી અને તેને શોધી લાવતા નથી મને સરનામું આપો એટલે હું તેને ગોતી લાવીશ તેમ કહી માથાકૂટ કરતો હતો.
દર વખતે તે પારસે હવે બીજા લગ્ન કરી લીધા ને એટલે તને શોધીને શું કરશો તેમ પ્રકાશને કહેતી હતી ગઈકાલે સાંજે સવારે ચાર વાગ્યાની આસપાસ તૈયાર હતી ત્યારે પ્રકાશ સ્ટીલની બરણી લઈને તેની પાસે આવ્યો હતો અને આવીને તેને ફરીથી કહ્યું કે તમે પારસને કેમ ગોતીને લાવતા નથી ક્યાં ગઈ છે તે પણ કહેતા નથી તેનું સરનામું પણ આપતા નથી આ વાત સાંભળી અને તેને ફરીથી પ્રકાશને કહ્યું કે પારસે બીજા લગ્ન કરી લીધા છે હવે તમે તેની ગોતી ને શું કરશો આ વાત સાંભળી પ્રકાશ ગુસ્સે ભરાય ગયો હતોને સાથે લાવેલી સ્ટીલની બરણીનું ઢાકણું ખોલી પ્રવાહી ઉપર ફેરતા તેને ખૂબ જ બળતરા થવા લાગી હતી.
પ્રવાહીની ગંધ પરથી ખાતરી થઈ હતી તે આ એસીડ છે. ખૂબ જ બળતરા થતા હોવાથી તેના સગા જેઠાણી ગીતાબેન રમેશભાઈ ગોરીયા અને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા તે સાથે જ પ્રકાશ ભાગી ગયો હતો તેના પતિ અને જેઠને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તો બીજી તરફ આ ઘટના અંગે સાનિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે