ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુરના સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાંથી ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સના સ્ટારલિંક ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ ડિવાઇસ ચુરાચંદ્રપુર, ચંદેલ, ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જેવા જિલ્લાઓમાં મળી આવ્યા છે. આ ઘટસ્ફોટ પછી, સુરક્ષા એજન્સીઓ અને સેના સતર્ક થઈ ગઈ છે, કારણ કે આ હાઇ ટૅક્નોલૉજિકલ ડિવાઇસ ઘુસણખોરોની કોમ્યુનિકેશન સ્કિલ્સમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.
શું છે મામલ?
જ્યારે સુરક્ષા દળોએ આ વિસ્તારોમાં ઘૂસણખોરો સામે દરોડા પાડ્યા, ત્યારે શસ્ત્રો અને દારૂગોળા સાથે સ્ટારલિંક ડિવાઇસ પણ મળી આવ્યું હતું. સામાન્ય રીતે આવા ઓપરેશનમાં માત્ર હથિયારો જ મળી આવતા હતા, પરંતુ આ વખતે હાઇટેક સેટેલાઇટ ઇન્ટરનેટ ડિવાઇસની રિકવરી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.
ગત વર્ષે થયેલી હિંસામાં 250થી વધુના મોત
ગત વર્ષે મે મહિનામાં મણિપુરમાં મૈતઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે જાતીય હિંસામાં 250 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હજારો લોકો ઘરવિહોણા થયા હતા. તેવામાં હવે ઈન્ફાલમાં સુશાસન દિવસ કાર્યક્રમ દરમિયાન મણિપુરમાં મુખ્યમંત્રીએ ભાજપને મણિપુર બચાવવા અને રાજ્યમાં તકરાર ઉકેલવામાં સક્ષમ હોવાનું જણાવ્યું હતું.