ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વનો સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થયો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુ ભાગ લેશે ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવીને શાહી સ્નાન કરશે પરંપરા મુજબ ૧૨ વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેના પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનો લાભ લઇ શકે તેવી શક્યતાઓ છે ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે છે.
મહાકુંભમાં કેવી છે વ્યવસ્થા ?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજમાં મહાકુંભની વ્યવસ્થાના પરીક્ષણ માટે આવ્યા હતા. 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત છે. જેમાં શાહી સ્નાની તારીખ પણ જાહેર કરાઈ છે જે મુજબ 13, 14 અને 29મી જાન્યુઆરી એટલે કે આ મહિને ત્રણ શાહી સ્નાન થશે. ફેબ્રુઆરીમાં ત્રણ 12 અને 26 તારીખે શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભ 2025 અનેક રીતે અલગ માનવામાં આવે છે ખાસ કરીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભમાં સ્પેશિયલ 7 બસ ચલાવવાનું આયોજન કરાયું છે. જ્યારે જે સ્થળે મેળા ભરાય છે ત્યાં 550 બસ ચલાવવામાં આવશે અહીં આયોજન સ્થળે 28,000થી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે સાફ-સફાઈ માટે 15000 સફાઈ કર્મચારીઓ તેનાત કરાયા છે.
શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે 101 સ્માર્ટ પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે જેની એક દિવસની ક્ષમતા પાંચ લાખ વાહનોનું પાર્કિંગનો છે મેળા ક્ષેત્રમાં પાણીની સુવિધાઓ માટે 1250 km લાંબી પાઇપલાઇન લગાવામાં આવી છે. આ ઉપરાંત 67,000 એલઇડી લાઇટો અને ત્રણ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા છે.
લગભગ દોઢ મહિના સુધી ચાલનારા મહાકુંભ મેળાની મુલાકાત 40 કરોડ શ્રદ્ધાઓ લેશે એવા અંદાજ છે આ વખતના મહાકુંભને પણ વિશ્વભરના મીડિયા પ્રસિદ્ધિ આપશે. વિશ્વની મોટી કોર્પોરેટ કંપનીઓથી માંડીને સ્થાનિક નાના વેપારીઓને પણ મોટો આર્થિક લાભ મેળાના કારણે થશે.