દેશમાં કેટલાક નેતાઓ પાસે સત્તા આવી જાય એટલે પોતાને અહેમ અને અભિમાન આવી જતું હોય છે. જેના કારણે તેઓ કોઈ પણ અધિકારીને પણ સામાન્ય માણસ સમજી લેતા હોય છે. અને આવુજ કંઈક બન્યું છે. મહારાષ્ટ્રમાં જી હા, મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય સુનિલ કાંબલે એક કાર્યક્રમ દરમ્યાન પોતાની ડ્યુટી બજાવી રહેલા પોલીસ જવાનને લાંફો માર્યો હતો.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રની પુણેની સાસૂન હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમ્યાન પોલીસ કર્મચારીને ભાજપના ધારાસભ્યએ થપ્પડ મારી હતી. આ ઘટના સમેય મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ મંચ પર હાજર હતા. જે ઘટના બાદ દાદાગીરી કરનાર ભાજપનો ધારાસભ્ય સ્ટેજ છોડીને નીકળી ગયો હતો. જોકે પ્રજાએ ચૂંટી કાઢેલા આ ધારાસભ્ય સામે લોકોએ સોશ્યિલ મીડિયામાં ગુસ્સો ઠાલવ્યો હતો.
[uam_ad id="382"]
મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યની દાદાગીરી, પોલીસકર્મીને મારી થપ્પડ !
LEAVE A REPLY
Stay Connected