કોરોનાની માહામારી પછી દેશમાં ચોરી, લૂંટ, હત્યા, છેડતીની ઘટનાઓમાં વધારો થયો છે. આજકાલ લોકો રૂપિયા કમાવવા માટે શોર્ટક્ટ રસ્તાઓ અપનાવી રહ્યા છે..કેટલાક ભેજાબાજ શખ્સોને ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવવાની ઘેલજા લાગી છે. જેના કારણે તેઓ ચોરી, લૂંટ, હત્યા કે ક્રાઈમની કોઈપણ ઘટનાને અંજામ આપતા બિલકુલ અચકાતા નથી પરંતુ તેમનો આ કાંડ વધારે સમય ચાલતો નથી અને એકને એક દિવસ કાયદાના સકંજામાં આવી જ જતા હોય છે. અને આ વખતે પણ કંઈક એવું બન્યું છે.દમણમાં જી હા સમગ્ર ઘટના પર નજર કરીએ તો..
દમણ પોલીસે મહિલાઓને છેતરી તેમની પાસેથી દાગીના લૂંટતી મદારી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા છે. મદારી ગેંગ દેશમાં 200થી વધારે ગુનોઓ આચર્યાં.. ભેજાબાજ ગેંગ સામે ગુનો નોધતા આ શખ્સને શોધવા પોલીસે અનેક પ્રયાસો કર્યાં હતા. તેમજ ગેંગના સભ્યને ઝડપી પાડવા માટે પોલીસે અંદાજે 250 જેટલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા. તેમજ આંતરરાજ્યમાં 80 જેટલા ગેસ્ટ હાઉસની તપાસ કરવામાં આવી હતી જે બાદ પોલીસે આ મદારી ગેંગના ત્રણ સભ્યને ઝડપી લીધા છે.
પકડાયેલી ગેંગ ખાસ કરીને એકલ દોકલ જતી મહિલાને ટાર્ગેટ કરતા હતા. મહિલાને વાતોમાં લઈ તેમની પાસેથી ગમે તેમ કરી દાગીના લૂંટી લેવા તેવું આ ગેંગનો ટાર્ગેટ રહેતો હતો. પકડાયેલી ગેંગ અત્યાર સુધી સમગ્ર ભારત દેશમાં 200થી વધારે અલગ-અલગ પ્રકારના ગુનાઓ આચાર્યાં છે. મહત્વનું છેકે આ સમગ્ર ગેંગનું મુખ્ય મથક હરિયાણા માનવામાં આવે છે. અને આ ગેંગ હરિયાણાથી ઓપરેટ થતી હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ તો દમણ પોલીસે મદારી ગેંગના કેટલાક સભ્યને ઝડપી પાડી તેમને જેલમાં પૂરી દીધા છે. તેમજ પકડાયેલી ગેંગે અત્યાર સુધી કેટલા ગુના આચર્યાં છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ હરિયાણાથી આ ગેંગને કોણ ઓપરેટ કરી રહ્યું છે. તેની પણ ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી પૂછપરછમાં વધારે ગુનાઓની કબૂલાત થાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે.મહત્વનું છે કે પકડાયેલી ગેંગના કેટલાક સભ્યએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ ધામા નાંખ્યા હતા અને મહિલાને ટાર્ગેટ કરી છેતરપિંડી અને લૂંટ શરૂ કરી હતી પરંતુ વલસાડ પોલીસે આ ગેંગના ત્રણ ભેજાબાજોને ઝડપી લીધા છે.