દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત “મારી માટી મારો દેશ” અભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. જેમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીમાં આવેલી બ્રધરન હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંજના કલ્પેશ ગામીતે કવિતા સર્જન સ્પર્ધા અંતર્ગત તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો.
જેમાં તેમણે તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે બાદ 18/08/23ના રોજ વ્યારા શહેરના દક્ષિણ પથમાં વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ સંજના બેન કલ્પેશ ગામીતની પુત્રીએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. જે બાદ સંજના કુમારી કવિતા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે. સંજના બહેનની મહેનત રંગ લાવી જેના કારણે શાળા પરિવાર અને તાપી જિલ્લા શિક્ષણ વિભાગ વતી તેમન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવામાં આવી.