ફરી એકવાર કેટલાક લુખ્ખાઓ દ્વારા ગુજરાતની શાંતિને ડહોળવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ ઘટના બી છે મહેસાણા જિલ્લાના નાગલપુરમાં બની છે. અંહી કેટલાક અસામાજિક તત્ત્વોએ નિલકંઠ મહાદેવ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરી છે. આ ઉપરાંત સાંઈબાબાની મૂર્તિને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોણ ખંડિત કરી હનુમાન દાદાની મૂર્તિ
મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મહેસાણાના મેંદરડા તાલુકામાં આવેલું નાગલપુર ગામે લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવવાનો કિસ્સો સામે આવ્યો છે. નાગલપુર વિસ્તારમાં ભગવાન શિવજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાન દાદા અને સાંઈબાબાની મૂર્તિઓ છે. ગામનાં લોકો દૈનિક ધોરણે મંદિરે ભગવાનનાં દર્શન કરવા માટે જાય છે. પરંતુ આ વખતે આ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે.
ઘટના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી
હનુમાન દાદાની મૂર્તિઓમાં આંખ ખંડિત કરાઈ છે, જ્યારે સાંઈબાબાની મૂર્તિમાં હોઠ અને દાઢીનો ભાગ ખંડિત કર્યો છે. ઘટની જાણ થતાં ગામજનોમાં ભારે રોષ છે. જે બાદ સમગ્ર ઘટનાની જાણ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસની થતાં પોલીસે સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાનાં આધારે ભગવાનની મૂર્તિ ખંડિત કરનારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં કેટલાક લુખ્ખાઓ દ્વારા ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ લુખ્ખાઓને ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે.