ગુજરાતની દિકરીઓની સુરક્ષા પર ફરી એકવાર અનેક સવાલ ઉઠી રહ્યા છે.. કારણ કે સરકાર પોલીસના કાયદાઓ દિવસને દિવસે વધુને વધુ કડક કરે છે તે છતાં કેટલાક શેતાનો સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા જેના કારણે રાજ્યની દિકરીઓની સુરક્ષાને લઈ મોટા સવાલ સામે આવી રહ્યા છે. આ બધાં વચ્ચે અમદાવાદમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાપીને પોલીસે ઝડપી લઈ જેલના પાંજરામાં પૂરી દીધો છે.
મોરબીથી ઝડપાયો પાપી :-
8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાપીને અમદાવાદ પોલીસે મોરબીથી ઝડપી લીધો છે. અમદાવાદ શહેરના એક વિસ્તારમાં રહેતી બાળકીને તેનાજ ઘરની પાડોશમાં રહેતા પાપી-શેતાને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પાડોશમાં રહેતા પાપીએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત બાળકીએ પોતાની માતાને કરતા માતાને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જેથી બાળકીની વાતની ખરાઈ કરવામાં આવી હતી જેમાં પાડોશીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
દુષ્કર્મની ઘટના બાદ પાડોશીએ આરોપીની ધરપકડ કરવા માટે છટકું ગોઠવ્યું હતું. પરંતુ પાપી આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ પીડિત પરિવારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે પાપીને મોરબીથી ધરપકડ કરી લીધી હતી. મહત્વનું છેકે 60 વર્ષિય આધેડે માળા જપવાના સમયે આવું કરતા જરા પણ શરમ આવી નથી. હાલ તો પોલીસે પાપીને ઝડપી પાડી તેના મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. જ્યારે પકડાયેલો પાપી અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.