કચ્છમાં ફરી એકવાર મોબાઈલ ગેમની લતે કિશોરનો જીવ લીધો છે.. આ ઘટના સામે આવતા આ બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, રાજ્યમાં થોડા સમય પહેલા સુરતમાં માતાએ વિદ્યાર્થિનીને મોબાઈલ ન આપતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂકાવ્યું હતું. આ બધાં વચ્ચે ફરી એકવાર આવી ઘટના બનતા માતા-પિતા માટે ચેતવરણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. નાના-નાના બાળકો મોબાઈલ ગેમની લતે લાગી જાય છે. અને પછી માતા-પિતા મોબાઈલ વાપરવાનું બંધ કરો તેવું કહેતા હોય છે તો બાળકોને ખોટું લાગી જાય છે. અને પછી આપઘાત કરી લેતા હોવાની ઘટનાઓ રાજ્યમાં વધી રહી છે. આ બધાં વચ્ચે ફરી એકવાર કચ્છના નાનકડા ગામમાં વિદ્યાર્થીએ ઝેરી દવાપીને જીવન ટૂકાવી લીધું છે.
શું છે સમગ્ર ઘટના
કચ્છ ભુજના મોખાણા ગામમાં કિશોરે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગયો છે.. મોતને ભેટનાર કિશોરને મોબાઈલમાં ગેમની લત લાગી ગઈ હતી. છેલ્લાં કેટલાક સમયથી મોબાઈલમાં ગેમ રમતો કિશોર ઓનલાઈન ગેમ હારી જતા ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. મોબાઈલની ગેમ હારી જતા 17 વર્ષિય યુવકે જીવન ટૂકાવી લીધું છે. ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારના સભ્યને થતાં પરિવારના સભ્યા તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર બાદ કિશોરનું મોત થયું છે.
કિશોરના મોબાઈલમાંથી મળી અનેક ગેમ
મૃતક કિશોરનો મોબાઈલ ચેક કરતા તેમાંથી અનેક ઓનલાઈન ગેમ મળી આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ તો પોલીસે મોબાઈલ જપ્ત કરી કિશોર કઈ ગેમ હાર્યાં જેના કારણે ઝેરી દવા પી લીધી તે દિશમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલમાં ગેમ હારી જતા અને કિશોરે આપઘાત કરી લેતા નાનકડા ગામમાં શોકનો માહોલ જોવા મળે છે.