ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, સુરત માંગરોળના કોસંબામાંથી દિલને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અંહી 20 વર્ષિય યુવતીને પિતાએ નાની અમથી વાતમાં ઠપકો આપતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. માંગરોળ તાલુકના કોસંબામાં 20 વર્ષિય યુવતી તેના પ્રેમી સાથે મોબાઈલ ફોનથી વાત કરી રહી હતી તે દરમ્યાન પિતાએ પ્રેમી સાથે વધારે વાત ન કરવાનું કહેતા યુવતીને ખોટુ લાગી ગયું હતું અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ શરીરમાં લોહી વધારવા માટે વપરાતી 18 જેટલી ગોળીઓ એક સાથે ગળી લીધી હતી.એકસાથે આટલી માત્રમાં ગોળીઓ ગળી લેતા યુવતીની તબિયત લથડતા સારવાર માટે યુવતીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે બાદ આ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે સુરત જિલ્લામાં છેલ્લાં ત્રણ અઠવાડિયાથી નાની-નાની વાતોમાં આપઘાત કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા પાણ આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ માતા-પિતાને ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયોનો દુરૂપયોગ નહીં કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલ તો આ ઘટનામાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ધરી છે ત્યારે આગામી પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે. તેના પણ સૌ કોઈની નજર છે.