24 C
Ahmedabad
Saturday, March 22, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

રનવે પર આગનો ગોળો બની ગયું પ્લેન..62ના મોત..આટલા ઈજાગ્રસ્ત


દક્ષિણ કોરિયામાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ. રોયટર્સે યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બરોને લઈને એક પ્લેન રનવે પરથી લપસી ગયું અને દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિવાલ સાથે અથડાયું.યોનહાપના પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં લગભગ 62 લોકોના મોત થયા છે. ફાયર અધિકારીઓએ કહ્યું છે કે પ્લેનમાં થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક વધી શકે છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે

લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો

યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. આ અકસ્માત લેન્ડિંગ સમયે થયો હતો. મુઆન એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ફાયર અધિકારીઓએ કથિત રીતે કહ્યું છે કે તેઓએ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાગેલી આગને બુઝાવી દીધી છે. રોઇટર્સ અનુસાર, મુઆન એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલુ હોવાથી બે લોકો જીવિત મળી આવ્યા છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એવું માનવામાં આવે છે કે પક્ષી સાથે અથડતા આ દુર્ઘટના થઈ હતી, જેના કારણે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન મુઆન એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

પ્રમુખ ચોઈ સાંગ-મોકે માર્ગદર્શિકા જારી કરી હતી

ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે કહ્યું કે બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોક પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટ પરની બધી ફ્લાઈટ અન્ય જગ્યાએ ડાયવર્ડ કરી દેવામાં આવી છે. કારણે કે એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. તેમજ ઘટના સ્થળે સૂત્રો પાસેથી મળતી અનુસાર 62 જેટલા લોકોના મોત થયા છે. પ્લેનમાં અંદાજે 175 લોકો સવાર હતા. આ ઉપરાંત ચાલક સહિત અન્ય છ લોકો પણ પ્લેનમાં હોવાના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પ્લને આગ લાગતા લોકોને પ્લનમાંથી ઉતારવામાં ભારે તકલીફ પડી રહી હતી જેના કારણે કેટલાક લોકો ભાગ દોડમાં પણ મરી ગયા હોલાની માહિતી સામે આવી છે. હાલ તો ફાયર અને પોલીસને ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!