રશિયા યુક્રેન યુદ્ધને હવે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે. પરંતુ આ યુદ્ધ અટકવાનું નામ જ નથી લેતું. દક્ષિણ યુક્રેનના શહેર જાપોરિયામાં રશિયા ફરી હુમલો કરતા તેર લોકોના મોત થયા છે અને 113થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. યુક્રેન પ્રમુખ જેલનસ્કીની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરેલા ફૂટેજમાં શહેરની ગલીઓમાં વિખરાયેલા કાટમાળ અને લોકોનો મૃતદેહ સ્પષ્ટ દેખાય રહી રહ્યા છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધને સળંગ ત્રણ વર્ષ દરમિયાન યુક્રેનના નાગરિક વિસ્તારો પર હુમલો કરતું રહ્યું છે જેના કારણે હજારો નાગરિકોના મોત થયા છે. તાજેતરના હુમલાની મિનિટો પહેલા પ્રાંતના ગવર્નર ઇવાન ફેડોરોવે ચેતવણી આપી હતી કે રશિયાના હાઈ સ્પીડ મિસાઈલ અને ગ્લાઈડ બોમ ત્રાટકી શકે છે આ પહેલા યુક્રેને રશિયામાં ઊંડે સુધી જઈને તેના ફ્યુલ સ્ટોરેજના ડેપો પર હુમલો કર્યો હતો તેના લીધે મહત્વના રશિયન એરવેઝ પર મોટા પાયા પર આગ ફાટી નીકળી હતી. તાજેતરમાં જણાવ્યું હતું કે તેણે રશિયામાં 700 કિમી સુધી ઊંડે જઈ શકે તેવા મિસાઈલ વિકસાવ્યા છે અને હવે હજારો કિમી સુધી જઈ શકે તેવા મિસાઈલ વિકસાવી રહ્યું છે.
આ ઉપરાંત યુક્રેનના પ્રમુખ અને અમેરિકાના સંરક્ષણ પ્રધાને આગામી સમયમાં અસ્તિત્વમાં આવનારો ટ્રમ્પ તંત્ર પર પણ કીવની લડતમાં પીછેહટ ન કરવા દબાણ માટે સહમત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન ને લશ્કરી સમર્થન પરત ખેંચી લેવાયું તેનાથી શાંતિ નહીં સ્થપાય આ સંજોગોમાં એક સરમુખત્યારને વધુ હુમલો કરવાનો માર્ગ મોકળો થશે. જો પુતિનને યુક્રેન સામે સફળતા મળી તો પછી તેનું આગામી લક્ષ્યાંક યુરોપ હશે યુક્રેનને બીજા 50 કરોડ ડોલરની સહાયની જાહેરાત પણ અમેરિકા દ્વારા કરી દેવામાં આવી છે. તેમાં ફાઈટરજેટ્સ એફ- 16 માટેના સાધનો અને અનેક સિસ્ટમ અને શસ્ત્ર તથા દારૂગોળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.