રાજ્યના કોઈપણ જિલ્લામાંથી દરરોજ એક ને એક વીડિયો સોશ્યિલ મીડિયમાં વાયરલ થતો રહે છે. ગુજરાત પોલીસ રફતાર અને સ્ટંટ કરનાર શખ્સો પર કાર્યવાહી કરે છે. તેમનો વરઘોડો કાઢે છે. તે છતાં કેટલાક તત્વોને પોલીસનો બિલકુલ ડર ન હોય તે રીતે રસ્તાઓ પર સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. અથવા તો તેમનો વીડિયો સોશ્યિલ મીડિયમાં વાયરલ થતો હોય છે. પોલીસ પણ આવા તત્વોને પકડીને જેલમાં પૂરે છે તે રાજ્યના કોઈપણ જિલ્લામાં આવી ઘટનાઓ સામે આવીજ જતી હોય છે અને આ વખતે પણ આવુંજ કંઈ રાજકોટ શહેરમાં બન્યું છે. તો જાણીએ શું છે સમગ્ર મામલો.
શું છે સમગ્ર ઘટના ?
રાજકોટ શહેરમાંથી બાઈક પર સ્ટંટ કરતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. ઉમેદ બાબર નામથી વીડિયો સોશ્યિલ મીડિયમાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયમાં શખ્સ બાઈક પર પોતાનો જીવ જોખમમાં મૂકી બાઈક ચલાવી રહ્યો છે. તેમજ રસ્તા જઈ રહેલા અન્ય પણ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. જો રસ્તા પર કોઈ અકસ્માતની ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ ? વાયરલ વીડિયો પરથી એવું પણ સાબિત થાય છે. કે કેટલાક શખ્સો બાઈકનું રેસિંગ કરતા હોવાનું સામે આવ્યું છે. રફતારના કહેર વચ્ચે આવા તત્વો પર પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે પોલીસ ગમે તેટલા કડક નિયમો કરે છે કેટલાક લુખ્ખા તત્વોને જાણે નિયમો લાગું જ ન પડતા હોય તે રીતે વર્તન કરી રહ્યા છે.
સોશ્યિલ મીડિયામાં ફેમસ થવાનો શોખ :-
તો બીજી તરફ આવા તત્વોને સોશ્યિલ મીડિયામાં ફેફસ થવાના પણ શોખ હોય છે. જેના કારણે આવા બધાં રિસ્ક લેતા હોય છે. પરંતુ ક્યારે ફેમસ થવાના ચક્કરમાં મોત પણ થઈ જતા હોય છે. આ ઉપરાંત જોખમી સ્ટંટમાં અન્ય લોકોનો પણ જીવ લેવાઈ જતો હોય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ રસ્તા પર વાહનો વચ્ચે આરામથી પોતાની બાઈક પર આરામ ફરમાવતો નજરે પડે છે. આ શખ્સ જ્યારે સ્ટંટ કરતો હતો ત્યારે કારમાં સવાર અજાણ્યા યુવકે વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયો હાલ સોશ્યિલ મીડિયમાં ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. રીલ્સની ઘેલછામાં દિવસે ને દિવસે યુવાઘન બેફામ બની રહ્યુ છે.