રાજકોટ શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા મોડીફાઈડ સાઈલેન્સર વાળા વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવી બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડીફાઈડ સાઈલેન્સર નિકાડી દેવામાં આવ્યા છે. છેલ્લા 10 રાજકોટ શહેરમાંથી અંદાજે 350 જેટલા મોડીફાઈડ સાઈલેન્સર મળી આવતા RTO અને શોરૂમના સર્ટીફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર સાથે પોલીસ દ્વારા આ તમામ મોડીફાઈડ સાયલેન્સર નીકાળી રોડ પર મૂકી સાયલેન્સર પર રોલર ફેરવી દેવામાં આવ્યા છે.
ખાસ કરીને રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બૂલેટ જેવી ગાડીઓ મોડીફાઈડ કરેલા સાયલેન્સર જોવા મળે છે. જેના પર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મોડીફાઇડ સાયલેન્સરને લઇને પોલીસ અને RTO દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ધ્વનિ પ્રદુષણ કરતા સાયલન્સને દૂર કરી તેનો નિકાલ કરાયો હતો.
તો આ તરફ તાપી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં કેટલાક તત્વો બૂલેટ જેવી ગાડીઓમાં મોડીફાઈડ કરેલા સાયલેન્સર ફીડ કરાવી કલર અને પ્રદૂષણ કરતા જોવા મળે છે. ત્યારે તાપી પોલીસે પણ ફોડીફાઈડ કરેલા સાયલેન્સર વાળા શખ્સો પર કાર્યવાહી કરવાની જરૂર છે.