રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય કરવામાં આવી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી તાપી જિલ્લાના વડુમથક વ્યારા ખાતે ઉજવામાં આવ્યો હતો. રાજ્યકક્ષના આ કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.

તાપીમાં રાજ્યકક્ષના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
રવિવારે તાપી જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ધ્વજવંદન ક્રાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ, અને મુખ્ય મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી.

આજના ભવ્ય કાર્યક્રમમાં પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમ, રાષ્ટ્રભાવ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના જનવિશ્વાસનો અદ્ભુત સંગમ આ સમારોહમાં જોવા મળ્યો હતો. પ્રજાસત્તાકના આ કાર્યક્રમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ જવાનો, કમાન્ડો અને વિવિધ સેનાના જવાનો દ્વારા શ્વાસ થંભાવી દેઈ તેવા અનેક કરતબો કરી સમગ્ર કાર્યક્રમની શોભા વધારી દીધી હતી.
