રાજ્યમાં આવતીકાલથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ ડ્રાઈવ યોજવામાં આવશે. આવતીકાલથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ હેલમેટ પહેરીને ઓફિસ પર આવે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજવામાં આવી છે. સરકારી કર્મચારીઓને હેલમેટના નિયમનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે.
રાજ્યના પોલીસ વડાનો નિર્ણય
સરકારી કર્મચારીઓ હેલમેટ પહેરીને ઓફિસ પર આવે છે કે કેમ તે અંગે ડ્રાઈવ યોજવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યના પોલીસ વડાએ રાજ્યના દરેક ડીજીને પણ આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓને હેલમેટના નિયમનું પાલન કરાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.
સરકારી કર્મચારીઓ ઓફિસમાં આવતા અને જતા સમયે હેલમેટ પહેરીને આવે છે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. તેમજ જો કોઈ કર્મચારી નિયમનું પાલન ન કરે તો યોગ્ય કાર્યવાહી પણ કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારી કર્મચારીઓમાં હેલમેટ પ્રત્યે અવરનેશ આવે તેના માટે ખાસ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે.