વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ઠંડીના ચમકારોમાં ફરી વધારો થયો છે અને 24 કલાકમાં અનેક શહેરના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં તાપમાન 3 ડીગ્રી જેટલું ઘટશે આ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગતરાત્રિના નલિયામાં 5.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
24 કલાકમાં નલિયાનું સરેરાશ લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું ઘટ્યું છે અન્યત્ર જ ઠંડીનો ચમકારો વધુ અનુભવાયો તેમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, ડીસા, જામનગરનો સમાવેશ થાય છે રાજકોટમાં શુક્રવારે રાત્રે 16.4 અને શનિવારે રાત્રે 10.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગતરાત્રિના અમદાવાદમાં 13.9 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયો હતો. આમ અમદાવાદનું લઘુતમ તાપમાન 24 કલાકમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે આગામી ત્રણ દિવસ અમદાવાદનું 13થી 15 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાંતોના મતે અમદાવાદમાં આગામી 22, 23 જાન્યુઆરી માવઠાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
કયા જિલ્લામાં કેટલું તાપમાન
નલિયા 5.6
પોરબંદર 10.1
રાજકોટ 10.4
અમરેલી 10.4
ભુજ 11.14
ડીસા 11.6
જામનગર 12.3
અમદાવાદ 13.9
કંડલા 14.2
દાહોદ 14.6
ડાંગ 14.6
વડોદરા 14.8
ભાવનગર 15
સુરત 17.1
મહત્વનું છે કે ગુજરાતના 10 શહેરોમાં તાપમાનમાં 24 કલાકમાં ચારથી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થતા ઠંડીમાં હજુ વધારે થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે