ભારતીય હવામાન વિભાગે ગુરુવારે રજૂ કરેલા લાંબાગાળાના અનુમાન મુજબ ગુજરાતમાં ડિસેમ્બર મહિના કરતાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનું સ્તર વધુ રહેશે.. ડિસેમ્બરમાં જ્યાં રાજ્યોમાં ઠંડીનો પારો સામાન્ય કરતાં વધુ તેમજ શીત લહેર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂરતી રહી હતી. તેની સામે જાન્યુઆરીમાં માત્ર કચ્છમાં શીત લહેરનો એક દિવસ ઓછો રહેશે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેરના એકથી ત્રણ દિવસ વધુ રહેવાની શક્યતાઓ છે.
બીજી બાજુ દક્ષિણ ગુજરાત સાથે મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દિવસ રાતનું તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે એટલે કે આ વિસ્તારોમાં ઠંડીનું જોર વધુ રહેશે ચાલુ મહિને બે વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે.. જેમાં બીજા સપ્તાહમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે જ્યારે મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ રીતે રહશે ઠંડીની આગાહી
3 થી 9 જાન્યુઆરી દરમ્યાન ઠંડી
આ દરમિયાન કચ્છના અને સૌરાષ્ટ્રમાં મોટાભાગે ઠંડીનો પારો 14 થી 20 ડિગ્રી રહી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં બહારથી 14 ડિગ્રી તેમજ મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો પારો 14 થી 16 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
10 થી 6 જાન્યુઆરી દરમ્યાન ઠંડી
આ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઠંડી પડવાનો આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનો પારો 12 થી 14 ડિગ્રીની વચ્ચે રહી શકે છે કેટલાક વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે જઈ શકે છે
17 થી 23 જાન્યુઆરી દરમ્યાન ઠંડી
આ તારીખ દરમ્યાન ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતાઓ છે આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 8 થી 12 ડિગ્રીની વચ્ચે રહી શકે છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રીથી 14 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.