લદ્દાખના લેહ નજીકના કેરી ગામમાં શનિવારે સાંજે 6.30 વાગ્યે સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું હતું. દુર્ઘટનામાં 9 જવાનો શહીદ થયા હતા. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે.
લદ્દાખના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાના 9 જવાનો કેરી શહેરથી 7 કિમી દૂર એક અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. સૈનિકોનું વાહન ખાડામાં પડી ગયું. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીકના કેરી તરફ આગળ વધી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ થઈ છે. ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના સાથે સંબંધિત અન્ય કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.