કેટલાક લોકો ચિકન ખાવાના આટલો શોખિન હોય છે કે, એમને ચિકન વગર ચાલતું જ નથી. આ બધાં વચ્ચે ભારતમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી.. વિશ્વભરમાં બર્ડ ફ્લૂ અંગે ચિંતા વધી રહી છે. 2021માં અંદાજે 28 કામદારો બર્ડ ફ્લૂના વાયરસથી સંક્રમિત થયા છે. ભારતમાં હજુ સુધી બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાયો નથી. આંધ્રપ્રદેશમાં અધિકારીઓએ એક પોલ્ટ્રી ફાર્મ સીલ કરી દીધું છે. ૧,૫૦૦ મરઘાં માર્યા ગયા છે અને આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં બર્ડ ફ્લૂના ઝડપથી ફેલાવાને કારણે, આંધ્રપ્રદેશથી મરઘાંની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાયરસના ફેલાવાને રોકવા માટે તેલંગાણાએ સરહદ પર 24 ચેકપોઇન્ટ સ્થાપિત કર્યા છે.

બર્ડ ફ્લૂમાં ચિકન ખાવું કેટલું યોગ્ય ?
ડોક્ટરોનું કહેવું છે કે બર્ડ ફ્લૂના ભય વચ્ચે, જો તેના ચેપનું જોખમ ઘટાડવું હોય તો સૌ પ્રથમ એ ખાતરી કરવી જરૂરી છે કે ઈંડા અને ચિકન યોગ્ય રીતે રાંધવામાં આવ્યા છે કે નહીં. એવું કહેવાય છે કે સારી રીતે તૈયાર કરેલા મરઘાં ઉત્પાદનોથી બર્ડ ફ્લૂનું જોખમ ખૂબ ઓછું હોય છે, પરંતુ કોઈપણ સંભવિત ટ્રાન્સમિશનને રોકવા માટે ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. કાચા ચિકનને રાંધતા પહેલા સારી રીતે સાફ કરવું જોઈએ. આ પછી, હાથ, વાસણો અને ફ્લોરને સારી રીતે સાફ કરવા જોઈએ. નિષ્ણાતોના મતે, 74 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચિકન રાંધવાથી એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સહિત સુક્ષ્મસજીવો નાશ પામે છે.
અત્યારે ઈંડા ખાવા કે ન ખાવા જોઈએ
નિષ્ણાતોનું માનએ તો ઈંડાને પણ સંપૂર્ણપણે રાંધવા જોઈએ જેથી તેમાં રહેલા જંતુઓનો નાશ થાય. ઈંડાનો પીળો અને સફેદ ભાગ ઘટ્ટ અને પાકી ન જાય ત્યાં સુધી તેને ખાવું જોઈએ નહીં. આ રીતે ખાવાથી ચેપનું જોખમ ઓછું થાય છે. આનું કારણ એ છે કે ઊંચા તાપમાને રસોઈ કરવાથી વાયરસનો નાશ થશે.
દૂધમાંથી બનાવેલી આઈટમ ખાવી જોઈએ?
નિષ્ણાતો કહે છે કે દૂધ, દહીં અને પનીર માટે પણ આવી જ ચિંતાઓ છે. પેશ્ચરાઇઝેશનને કારણે ડેરી ઉત્પાદનો ખાવા માટે સલામત છે. લાંબા સમય સુધી ગરમ કરવામાં આવતા હોવાથી, બર્ડ ફ્લૂના વાયરસ બિનઅસરકારક બની જાય છે. તેથી, તમે કોઈપણ ચિંતા વગર ડેરી ઉત્પાદનોનું સેવન કરી શકો છો.