કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉચામાળા ગામેથી મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારના આકંડાનો જુગાર રમાડતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. પકડાયેલા શખ્સ પાસેથી પોલીસે 43 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી તાપીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટ એન.જી.પાંચાણી, એલ.સી.બી તાપી,એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉચામાળા ગામમાં કાકરાપાર ટાઉન શીપની બાજુમાં આવેલા નરસિંહ નગરમાં રહેતો રાકેશ આધાર ભોઈ નામનો શખ્સ પોતાના ઘરમાં બહાર બેસી મોબાઈલ ફોન પર મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આકંડા પર જુગાર રમાડે છે.
જે બાતમી આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચણી અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ પાડી આરોપી રાકેશને ઝડપી લીધો હતો. આ શખ્સ વગર પાસ પરમીટે મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર મોબાઈલ ફોનના વોટ્સએપ ચેટ દ્વાર રમાડી રહ્યો હતો. જેના કારણે પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી હતી.
કામગીરી કરનાર પોલીસકર્મીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સન
પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો:-
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ
આ તમામ કર્મચારીઓએ આરોપીની ધરપકડ કરી તેના કાળા કામનો પર્દાફાશ કરી આરોપીને જેલમાં ધકેલી દીધો છે.