રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે પોતાની આગાહીમાં ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો કોરોધાકળ રહ્યા બાદ ફરીથી મેઘરાજા ફરી પ્રસન્ન થઇ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાય ગયો છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી વિશે જણાવ્યુ કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે શનિવારની આગાહી અંગે જણાવ્યુ કે, છોટાઉદેપુર અને નર્મદામાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.