ગરુડેશ્વરના વાંસલા ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે બે યુવાનો બાઇક પર આવ્યા અને એક યુવાકને ગાળાના ભાગે ધારિયાના ઉપરા છાપરી ત્રણ ઘા મારી હત્યા કરી કેરોસીન છાંટી સળગાવવાની કોશીષ કરતા સ્થાનિક લોકો દોડી આવતા બંને હત્યારાઓ ભાગી ગયા હતા. હત્યા શા માટે કરી તેનું પોલીસને હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી. પરંતુ હત્યારાને શોધવા પોલીસે ટીમો દોડાવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિત LCB, SOG ટીમો શોધખોળ કરી રહી છે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામનો 35 વર્ષીય યુવાક ભિતેશ અમૃત તડવી ગામની બહાર મુખ્ય માર્ગ પરથી આવતો હતો. જેની કોઈ અંગત અદાવત કે કોઈ કારણ સર આ ભિતેશને માંરી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી બપોરના સુમારે આ ભિતેશ મુખ્ય માર્ગ પર હોવાની માહિતી મળતા અજાણ્યો ઈસમો હાથમાં ધારિયું અને કેરોસીનનું કારબૂ ભરીને સંપૂર્ણ તૈયારી કરીને આવી ભિતેસ તડવીને ઊભો રાખી કાંઈપણ કહ્યા વિના ઉપરા છાપરી ત્રણ ઘા ગળાના ભાગે મારી ઘટનાસ્થળે કરપીણ હત્યા નાખી હતી.
કરપીણ કર્યાં બાદ હત્યારા શખ્સોએ કેરોશીનનું કારબૂ લઈ કેરોસીન છાંટી મૃતકને સળગાવે એ પહેલા નજીકના સ્થાનિક લોકો દોડી આવી પથ્થરો મારતા હત્યારો બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. હત્યારાને શોધવા પોલીસે ટીમો દોડાવી છે. ઘટનાની ખબર પડતા SDPO કેવડીયા સંજય શર્મા ગરુડેશ્વર પી.આઈ અરુણ ગામીત, LCB PI આર જે ચૌધરી, SOG PI વાય.એ. સીરશાઠ સહિત ટીમો દોડી આવી હત્યારાને શોધવા દોડધામ કરી રહ્યા છે. જોકે હજુ કારણ કોઈ ચોક્કસ પોલીસને મળ્યું નથી. હાલ તો પોલીસે હત્યારા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કોણ અને શા માટે કરી હત્યા ?
ભિતેશ નામના યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.. મહત્વનું છેકે અજાણ્યા શખ્સોએ ભિતેશની હત્યા શા માટે કરી.. શું ભિતેશ સાથે કોઈ દુશ્મની હતી ? કે પછી હત્યા કરવા માટે કોઈ સોપારી આપવામાં આવી ? હાલ તો પોલીસે વિવિધ ટીમો બનાવી હત્યા શા માટે કરાઈ તેનું કોકડું ઉકેલવા માટે કાર્યવાહી શરૂ કરી છે.