વાયનાડ લોકસભા પેટાચૂંટણીની બેઠક ખાલી પડ્યો બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી અને આ વખતે પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈનો રેકોર્ડ તોડ્યો છે. પ્રિયંકા ગાંધીએ વાયનાડના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ લોકોના આભારી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કહ્યું “વાયનાડના મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું તમારી ખૂબ જ આભારી છું. હું ખાતરી આપું છુ કે, આ જીત તમારી જીત છે અને તમે જે વ્યક્તિને તમારું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે તે તમારી આશાઓ અને સપનાઓને સમજે છે અને હું સંસદમાં તમારો અવાજ બનવા આતુર છું
ટ્વિટરમાં પ્રિયંકા ગાંધીએ શું લખ્યું
ટ્વિટર પર પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું “મને આ સન્માન આપવા બદલ તમારો આભાર અને તેનાથી પણ વધુ તમે મને આપેલા અપાર પ્રેમ માટે. UDF માં મારા સાથીદારો, નેતાઓ, કાર્યકરો, કેરળના સ્વયંસેવકો અને મારા કાર્યાલયના સહકર્મીઓ કે જેમણે આ ઝુંબેશમાં અવિશ્વસનીય મહેનત કરી છે.તેમના માટે સમગ્ર કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છૂં.
પ્રિયંકા ગાંધીએ પરિવારનો આભાર માન્યો
પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું, “મારી માતા, રોબર્ટ અને મારા બે રત્નો – રેહાન અને મિરાયાનો, તમે મને અને મારા ભાઈ રાહુલને જે પ્રેમ અને હિંમત આપી છે તેના માટે ક્યારેય કૃતજ્ઞતા પુરતી નથી, તમે તે બધામાં મહાન છો. બહાદુર છે. મને રસ્તો બતાવવા અને હંમેશા મને ટેકો આપવા બદલ આભાર!”
કોંગ્રેસ પાર્ટી માટે સારા સમાચાર
પ્રિયંકા ગાંધીને વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં છ લાખથી વધુ મત મળ્યા છે. જ્યારે હરીફ ઉમેદવાર સીપીઆઈના સત્યન મોકેરીને 2 લાખથી વધુ વોટ મળ્યા, જ્યારે બીજેપીના નવ્યા હરિદાસ એક લાખથી ઓછા વોટ મેળવીને ત્રીજા ક્રમે રહ્યા. પહેલીવાર ચૂંટણી લડી રહેલા પ્રિયંકા ગાંધી જે રીતે આગેવાની લઈ રહ્યા છે તે કોંગ્રેસ માટે આગામી સમયમાં સકારાત્મક સંકેત બની રહ્યા છે.
વાયનાડ બેઠક પરથી જે રીતે કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકાની ભવ્ય જીત થઈ છે. તે જતા આગામી કોંગ્રેસની સત્તા પ્રિયંકાના હાથમાં આવે તેવી પૂરી શક્યતા છે. જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસની કમાન સંભાળશે તો કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત બનશે