રાજ્યમાં થર્ફી ફર્સ્ટનો માહોલ બની રહ્યો છે. ત્યારે આ બધાં વચ્ચે જુગારીઓ પણ જુગાર રમવામાંથી બાકાત રહેતા નથી. જુગારીઓ પણ કેટલીક જગ્યાએ છૂપાઈને જુગાર રમી લેતા હોય છે. તો કેટલીક જગ્યાએથી જુગારીઓ પકડાઈ જતા હોય છે. જ્યારે કેટલાક જુગારી પોલીસના સકંજામાં આવી જતા હોય છે. અને આ વખતે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલ્દા ગામના સરદાર ફળીયામાંથી જુગાર રમતા શખ્સો તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી લીધા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો શુક્રવારે પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી અને એલ.સી.બીએ પ્રોહીબિશન અને જુગારની પ્રવૃતિઓ રોકવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જે સૂચનાઓના આધારે પોલીસના કર્મચારીઓએ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વેલ્દા ગામના સરદાર ફળીયામાં રહેતા સંજય પ્રતાપ ગોસ્વામીના ઘરના આગળના ભાગે ખુલ્લા ઓટલા પર કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયા રાખી હારજીતનો જુગાર રમે છે. જે બાતમી મળતા તાપી LCB અને પેરોલ-ફ્લો સ્કોર્ડ તાપીના માણસો સાથે પહોંચી આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:-
સુરેશ ઉર્ફે સુર્યાં
પ્રવિણ વિલાસ મહાજન
નસરૂલ્લાખા ગફારખા પઠાન
અરવિંદ જામલમસિંગ વળવી
હરીશ જેમુ વસાવા
અજય ગોવિંદભાઈ ગાવિત
આ તમામ આરોપીઓ ગેરકાયદે રીતે જાહેરમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા.પોલીસ સ્થળ પરથી 81 હજાર 280 તેમજ ગંજીપાના, મોબાઈલ તેમજ મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ જુગાર ધારા 12 મુજબ આગાળની કાર્યવાહી માટે નિઝર પોલીસને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસકર્મીઓ :-
એન.જી.પાંચાણી એલ.સી.બી
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ ઝાલા
હેડ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર ભાઈ
હેડ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગંબર
આ તમામ પોલીસકર્મીએ આ કામગીરી કરી આરોપીઓને ઝડપી લીધા હતા.