36 C
Ahmedabad
Sunday, March 23, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

શંકર ફળિયાના બેઘર પરિવારો માટે મહેસુલ વિભાગના હુકમથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા ચીફ ઓફિસરને સુચના


તાપી જીલ્લાના વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સ્લમના ૭૦ થી વધુ મકાનો ઘરવખરી પણ લેવા દીધાં સિવાય બુલડોજર ફેરવી તોડી પડાયા હતા. વરસાદમાં ડિમોલેશન ની કામગીરી તાપી જીલ્લામાં વિપક્ષ ની ગેરહાજરી અને ચુપ્પી નો વિચિત્ર સ્પષ્ટ સંદેશ‌ હતો.૨૨ જુન ૨૦૨૩ ના રોજ શંકર ફળિયામા થયેલ ડિમોલેશન બાબતે જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા એ તાપી જીલ્લા ના સ્થાનિક નિષ્ણાત વકીલ નિતિન પ્રધાન , આદિવાસી સામાજીક યુવા આગેવાન જીમી પટેલ , અખિલ ચૌધરી , મકાન ગુમાવનાર એડવોકેટ ગણેશ ભોયે તેમજ અન્ય આગેવાનો એ એક અવાજ એક મોર્ચા સંગઠન તરીકે ભોગ બનનાર ૫૦ થી વધુ પરિવારોએ વૈકલ્પિક વ્યવસ્થા બાબતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વર્ષોથી ડિમોલિશ થયેલા મકાનોમાં વસવાટ કરનાર આ પરિવારો માટે Policy for in-situ rehabilitation of slums situated on public land by public – private partnership under Mukhya Mantri GRUH (Gujarat Rural Urban Housing) યોજના માટે તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૩ ના ગુજરાત સરકાર ના નિર્દેશ (Resolution) No. PRC/102013/783/TH નું પાલન કરવામાં આવે તો આ બેઘર પરિવારો ને ન્યાય આપવાની માગણી રહી છે. માટે એક આવાજ – એક મોર્ચા સમગ્ર મામલે આ પરિવારો ને કાયમી મકાન આપવાની માંગણી કરી રહ્યું હતુ જેના માટે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં SRC (Slum Rehabilitation Committee) કમિટી બનાવવાની છે તે બાબતે જીલ્લા કલેકટર સાથે વધું વાતચીત કરવાનો પ્રયત્ન કર્મશીલ રોમેલ સુતરિયા કરી રહ્યા છે.જેથી બેઘર પરિવારો પોતાનું કાયમી મકાન મેળવી શકે.

આ સંવાદ વચ્ચે મહેસૂલ વિભાગ દ્વારા વિષય ની ગંભીરતા પારખી સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા જીલ્લા કલેકટર ને રાજ્ય સરકાર ના નીતિનિયમો મુજબ કાર્યવાહી કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા આદેશ કરાતા જીલ્લા કલેકટર કચેરી મારફતે વ્યારા નગરપાલિકા ના ચીફ ઓફિસરને સુચના આપવામાં આવી છે કે શંકર ફળિયાના બેઘર પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

હવે જોવાનું તે રહે છે કે રાજ્ય સરકાર ના આદેશ નું પાલન જીલ્લા પ્રશાસન તેમજ વ્યારા નગરપાલિકા કેટલા સમયમાં કરે છે અને શંકર ફળિયાના
બેઘર પરિવારો ને કેટલો ઝડપી ન્યાય કરે છે.રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા વિષય ની ગંભીરતા સાથે હુકમ કરેલો હોય રોમેલ સુતરિયા , એડવોકેટ નિતિન પ્રધાન તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવેલી લડતની
શંકર ફળિયાના પરિવારો તેમજ જીલ્લાના નાગરીકો સરાહના કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,158FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!