શિયાળામાં મોટા ભાગે લોકોને ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે. તેમાંથી જનરલ લોકોમાં થતી એક સમસ્યા કોલેસ્ટ્રોલની સમસ્યા છે. તમને જણાવી દઈએ કે વ્યક્તિને શિયાળામાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની પાછળ કેટલાક કારણો જવાબદાર છે. આવી સ્થિતિમાં આ કારણો વિશે જાણવું જરૂરી છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે શિયાળામાં શા માટે કોલેસ્ટ્રોલ નસોમાં જમા થવા લાગે છે અથવા વધવા લાગે છે.
શિયાળામાં કોલેસ્ટ્રોલ કેમ વધે છે?
શિયાળો આવતાની સાથે જ, લોકો ઘણીવાર શારીરિક પ્રવૃત્તિઓ ઘટાડે છે અને એક જગ્યાએ વધુ અને વધુ સમય વિતાવે છે. આ આદતને કારણે નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાની સમસ્યાઓ શરૂ થઈ જતી હયો છે. ઠંડીમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવે પણ શરીરના રક્ત પ્રવાહ પર નકારાત્મક અસર થતી હોય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર તેમજ હાર્ટ એટેકનો ખતરો લોકોને વધી જતો હોય છે. શિયાળામાં, મોટાભાગના લોકો તેમના આહારમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ જેમ કે તળેલા ખોરાક, પકોડા, મીઠી વાનગીઓ, જંક ફૂડ, કેફીન વગેરે વધારે પ્રમાણમાં લેતા હોય છે. આવી સ્થિતિમાં તેને ખાવાથી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાની સમસ્યા થઈ શકે છે. બીપીના દર્દીઓએ શિયાળાની ઋતુમાં પોતાના આહાર અને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ. તેના સેવનથી વ્યક્તિને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શિયાળામાં શરીરની કેટલીક નસો અને ધમનીઓ સાંકડી થઈ જતી હોય છે. જે રક્ત પ્રવાહ, હૃદય, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે પર નકારાત્મક અસર કરતી હોય છે.
કોલેસ્ટ્રોલના 5 શરૂઆતના લક્ષણો
પગમાં સુન્નતા અથવા કમજોરી
પગના સ્નાયુઓમાં દુખાવા થવો
પગની ત્વચામાં બદલાવ દેખાય છે
પગ ગમે ત્યારે ઠંડા પડી જવા
પગની એડીઓમાં દુખાવો થવો
કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટશે ?
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમારે દરરોજ સવાર-સાંજ થોડો સમય ચાલવું જોઈએ. આ ઉપરાંત ઘરે બેઠા કેટલાક સરળ ઘરેલું ઉપાયો (home remedies for high cholesterol)થી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. જો તમે હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન હોવ તો કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે તમે નીચે આપેલા ઉપચારોનો ઉપયોગ કરી શકો છો.