25 ડિસેમ્બરે દેશભરમાં ક્રિસમસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમની ઉજવણી ભારતમાં પણ મોટા પાયે ઉજવાય છે રહી છે. જો કે, આ દરમિયાન, ગુજરાતના વડોદરામાં, લોકોએ એક સાન્તાક્લોઝને પકડી લીધો અને તેને માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે સાંજે મકરપુરની એક કોલોનીમાં એક સાન્તાક્લોઝ બાળકોને ચોકલેટ વહેંચી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક લુખ્ખા તત્વોએ સાન્તાક્લોઝને પકડીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ મામલે પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે સાન્તાક્લોઝનો વેશ ધારણ કરીને એક વ્યક્તિ કોલોનીમાં ચોકલેટ વહેંચી રહ્યો હતો અને તે કોલોનીમાં સ્થાનિક ખ્રિસ્તી લોકોને મળવા ગયો હતો. ત્યારે અન્ય લોકોએ પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે. સાન્તાક્લોઝને લોકોને ગિફ્ટ્સ વહેંચતા જોઈને લોકોએ તેને કથિત રીતે મારવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બાદ અલગ-અલગ સમુદાયના લોકો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે.
નોંધનીય છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોએ આ ઘટનાને લઈને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. પોલીસની માહિતી અનુસાર, ખ્રિસ્તી સમુદાયના લોકોએ ક્રિસમસ દરમિયાન સરઘસ કાઢવા માટે પોલીસ પાસે સુરક્ષા માંગી છે. પોલીસે તેમને સુરક્ષા આપવાની ખાતરી આપી છે. અહેવાલો અનુસાર આ ઘટનામાં કુલ ચાર લોકો ઘાયલ થયા છે. લોકોએ સાન્તાક્લોઝને તેનો ડ્રેસ ઉતારવાની ફરજ પાડી હતી.
ખ્રિસ્તી સમુદાયના લોકોનો આરોપ છે કે એક ખાસ સમુદાયના લોકોએ તેમને ધમકી આપી હતી કે આ અમારો વિસ્તાર છે અને અહીં આવું નહીં થાય. આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્ત સાન્તાક્લોઝને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વનું છેકે ભારત દેશ લોકશાહી દેશ છે પરંતુ આ લોકશાહીમાં કેટલાક લોકો પોતાને દાદા સમજી બેસતા હોય છે. તેઓ પોતાની બુધ્ધિનું પ્રદર્શન કરતા હોય છે. લોકશાહી દેશમાં લોકો હોળી મળીને તહેવારોની ઉજવણી કરતા હોય છે. પરંતુ કેટલાક લુખ્ખા તત્વો ગમે તે તહેવાર હોય કાંકરીચાળો કરી દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવો લોકો પર પોલીસે પણ કાર્યવાહી કરવાની જરૂર છે. ભારતમાં લોકો હોળીને પોતાનો તહેવાર ઉજવે અને સેલિબ્રેટ કરે તે ખૂબજ જૂરૂરી છે.