છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયાની મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડતા ઝોળીમાં લઇ જવામા આવી હતી. સરકાર એક તરફ “આઝાદી કા અમૃત મોત્સવ અને વિકસિત ભારતની યાત્રા કરી આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોંચાડી હોવાના દાવાઓ કરે છે પંરતુ વાસ્તવિકતા કંઇક અલગ છે, આજે પણ આદિવાસી વિસ્તારોમાં રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતાં ડિલિવરી દરમ્યાન બાળકનો જન્મ થતા જ મોત થઈ ગયું હતું. ઉર્મિલાબેન અશ્વિનભાઈ ડુંભીલ ને પ્રસૂતા માટે રાત્રે 10 વાગે પીડા ઉપડી હતી. જેને 1 કિમી સુધી ઝોળીમાં લઇ જવામા આવી હતી.ત્યાંથી ખાનગી વાહન મારફતે નિશાણા ગામ સુધી લઈ જવામાં આવી હતી. નિશાણા ગામથી 108 દ્વારા ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામા આવી હતી.જેની અંદાજીત 3.30 વાગ્યાના અરસામાં ડિલિવરી થઈ હતી. ત્યાં ડિલિવરી થઈ હતી.પરંતુ બાળકનો જન્મ થતા જ મોત થઈ ગયું હતુ.
આદીવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે આવા અનેક બનાવો બની ચુક્યા છે. આદિવાસી વિસ્તારોમાં આવા બનાવો બનતા હોય છે. રસ્તાની સુવિધા મળતી નથિ જો આ ગામમાં રસ્તાની સુવિધા આપવામાં આવી હોત તો આ નવજાત શિશુ જન્મ થતાં જ મોતને ન ભેટ્યું હોત,બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. છેવાડાના માનવી સુધી વિકાસના મોટા મોટા સરકાર દ્વારા બણગા ફૂકવામાં આવે છે. એ માત્ર ભાષણ પુરતા જ સીમિત રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
મહત્વની છે, આ પહેલા પણ નસવાડી તાલુકામાં આવી ઘટના બની હતી, જેમાં સુઓમોટો લઈને હાઈકોર્ટની ટકોર બાદ સરકારે તાત્કાલિક રસ્તો મંજૂર કરી બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી, એ ઘટનાની વહીવટી તંત્રએ ગંભીરતા પૂર્વક નોંધ ન લેતા કુંભકર્ણની ઊંઘમાં જ રહ્યું અને આજે ફરી નસવાડી તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં સરકારી તંત્ર અને નેતાઓના પાપે એક મહિલાએ પોતાનું બાળક ગુમાવ્યું.
આ ઘટના અંગે પરિવારે શું કહ્યું?
માલજીભાઈ ભીલ પરીવારજનના જણાવ્યા અનુસાર નસવાડી તાલુકાના કુંડા ગામના નલીયાબારી ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડયો હતો.તો અમે જાતે લાકડાની ઝોળી બાંધીને અમે 1 કિલોમીટર સુધી ઉંચકીને લઇ ગયા હતા.કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી.રોડ રસ્તાની સુવિધા નથી એના કારણે ખાનગી વાહન બોલાવ્યું હતું.ત્યાંથી નિશાણા ગામ સુધી લઈ ગયા હતા.નિશાણા ગામ સુધી 108 આવી અને ગઢ બોરીયાદ દવાખાને લઈ ગયા.પછી બાળકનો જન્મ થયો પણ મૃત હાલતમાં થયો.કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહિ.તો સરકારને અમારે કહેવાનું કે રોડ રસ્તાની સુવિધા કરી આપે.
મેડિકલ ઓફિસરે શું કહ્યું.?
ડોકટર સાગર ના જણાવ્યા મુજબ ગર્ભવતી મહિલા ને હોસ્પિટલમાં લાવામાં આવ્યા પછી બાળક ની ડીલીવરી અમે કરાવી પરંતુ બાળકના ગળા ના ભાગમાં કોળ વીંટળાયેલી હતી કોળ હટાવી ત્યારે બાળક શ્વાસ પણ લેતો નહતો હાર્ટ સાઉડ પણ ન હતા અમે બાળક ને સીપીઆર આપ્યું અને તમામ પ્રયત્ન કર્યા પરંતુ બાળક ને શ્વાસ ન આવ્યું ગર્ભ રહે તે સમય થી નિયમ મુજબ ચાર વિઝીટ સગર્ભા ને પાસે પડતા પી.એચ.સી કે સી.એચ સી. કેન્દ્ર ની મુલાકત લેવા ની અને એકવાર યુ.એસ.જી કરવાની હોય જેથી કોઈ તકલીફ હોય તો ખબર પડી જાય અને ડીલીવરી ક્યાં કરવી એ ખબર પડે.