તમે હું આપણે કોઈ પણ હોદ્દા પર હોઈએ પરંતુ તેમા આવતા નિયમ પ્રમાણે રહેવું જરૂરી છે.. નહીંતર સરકારી અધિકારી તરીકે સત્તાનો દુરુપયોગ કરનાર પૂર્વ IAS અધિકારીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છેકે અમદાવાદની વિશેષ કોર્ટ દ્વારા પૂર્વ IAS અધિકારી એટલે કે પ્રદીપ શર્માને સજા સંભાળવામાં આવી છે. પ્રદીપ શર્મા પર કલમ ૧૩/૨ માં ૫ વર્ષ અને ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કલમ ૧૧માં ૩ વર્ષ અને ૨૫ હજારનો દંડ કરાયો છે. આ સાથેજ મહત્તમ ૫ વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે.
કોર્ટમાં પ્રદીપ શર્મના વકીલની રજુઆત:-
સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, આ કેસમાં જૂના નિયમો મુજબ સજા આપવામાં આવે. લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને પણ ધ્યાને લેવામાં આવે. પ્રદીપ શર્માની 70 વર્ષની ઉંમર છે અને સિનિયર સિટિઝન છે તેને પણ ધ્યાને લેવામાં આવે તેવી રજુઆત તેમના વકીલ દ્વારા કરવામા આવી હતી.
પ્રદીપ શર્મા પર લાગેલા આરોપ ?
પૂર્વ અને સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂપિયા 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં લાગ્યો હતો જે કેસમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચિયા પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી.જેની સજા સોમવાર એટલે કે 20/01/2025માં સંભાળવામાં આવી છે.