ડિગ્રી એન્જિનિયરિંગથી માંડી ડિપ્લોમા ઇજનેરી અને નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતની કોલેજોમાં એસટી કેટેગરી એટલે કે (અનુસૂચિત જનજાતિ)ના વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ૭૫ ટકા જ્યાકે રાજ્ય સરકાર 25% ગ્રાન્ટ આપે છે સરકારે ચાલુ વર્ષે વિવિધ ટેકનિકલ પ્રોફેશનલ કોર્સિસની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઓક્ટોબરમાં ઠરાવ કર્યો હતો કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ મેનેજમેન્ટ ક્વોટા વિકેન્ડ ક્વોટાના વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર આ શિષ્યવૃત્તિ બંધ કરવા માટે અગાઉ જ ઠરાવ કરી દીધો હતો.
પરંતુ રાજ્ય સરકારે પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઠરાવ કર્યો હતો. જેમાં જણાવ્યા મુજબ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા અથવા તો વિકએન્ડ કોર્ટમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મળ્યો હોય તેવા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આ વર્ષે બંધ કરાશે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા મારફતે સરકારી કોટામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ બાદ જો સરકારી કોટામાં કોઈ સીટો ખાલી રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થયા તો મેનેજમેન્ટ કોટા સહિતની આ તમામ બેઠકોને પણ મેનેજમેન્ટ કોટા જ ગણવામાં આવશે જ્યારે ટેકનિકલ નર્સિંગ સહિતની કોલેજોમાં વિકએન્ડ ક્વાટામાં સૌથી વધુ પ્રવેશ થતો હોય છે અને કોલેજોએ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો છે.
માત્ર ડિગ્રી એન્જિનિયરિંગમાં હજારોથી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ એસટી કેટેગરીમાં વિકેન્ડમાં થાય છે આ મુદ્દે કોલેજોથી માંડી સંચાલકો અને વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરી હતું. તેમજ સરકારને પુનઃ યોજના ચાલુ કરવા અને એક વર્ષ માટે રાહત આપવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી કે કોઈ પરિપત્રો કે ઠરાવ કર્યો નથી જ્યારે કોલેજોમાં હવે બીજું સત્ર શરૂ થનાર છે જેને લઇને યુનિવર્સિટી કોલેજોના સંસલોકોએ સરકારને પત્ર લખીને જણાવી દીધું છે કે જો સરકાર સ્પષ્ટતા નહીં કરે તો શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરો તો બીજા સત્રમાં વિદ્યાર્થીઓની ફી વસૂલવામાં આવશે. જેથી અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડવો પડશે આમ કોલેજો યુનિવર્સિટીઓએ પણ આગળ શિષ્યવૃત્તિ વિના જ ભણવાની જાહેરાત કરતા હજારો વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બન્યું છે.ત્યારે આદિજાતિના વિદ્યાર્થીઓએ સરકાર જલ્દી શિષ્યવૃતિ શરૂ કરે તેવી માગ કરી છે.