સોનગઢ પોલીસ સ્ટેશનના સરજામલી ગામમાંથી ગેરકાયદે દેશી બનાવટની બંદુક સાથે તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે એક શખ્સની ધરપકડ કરી છે. તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાપી જિલ્લામાં ગેરકાયદે શસ્ત્રોના ઉપયોગ, સંગહ, તથા ઉત્પાદન, હેરાફેરી અને વેચાણ કરતા ઈસમો પર વોચ રાખી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
સૂચના અને માર્ગદર્શન મુજબ lCB તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસના માણસો એટલે કે, ASI જગદીશ, હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રને ખાનગી બાતમીદારો માહિતી મળી હતી કે, સોનગઢ તાલુકાના સરજામલી દુધ ડેરી ફળિયામાં રહેતા વિશાલ ગામીતે પોતાના સરજામલી નિશાળ ફળીયમાં રહેતા મિત્ર આશિષ વસાવાના ખેતરમાં ઘાસના પુળીયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદુક રાખી છે. અને તેને સગે વગે કરવાની તૈયારી ચાલી રહી છે તેવી માહિતી મળતા.
પોલીસના માણસોએ બાતમી વાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા પોલીસને જોઈ એક શખ્સ ફરાર થવાની ફીરાકમાં હતો. પરંતુ પોલીસના માણસોએ આ શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા ગુરજી જેઠીયાના ખેતરમાં ભાતના પુળિયામાં લાયસન્સ વગરની બંદુક સંતાડી હોવાનું જણાવતા તેનો કબજો લેવામાં આવ્યો હતો.
શખ્સ પાસેથી જપ્ત કરેલી વસ્તુઓ:-
શીશાની લંબગોળ ગોળી નંગ-9
શીશાની ગોળી નંગ-12
ફુટેલી કારતૂસની બુલેટ નંગ-5
બે પ્લાસ્ટિકની નાની બાટલીમાં દારૂગોળાનો પાવડર
એક લાલ કલરનું ફુલ ડીઝાઈનવાળો કાપડનો ટુકડો
એક બ્લ્યુ કલરનો ડીઝાઈનવાળો કાપડનો ટુકડો
કામગીરી કરનાર પોલીસકર્મચારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી
એ.એસ.આઈ જગદીશ જોરારામ
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ
હોડ કોન્સ્ટેબલ હરપાલસિંહ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ
આ તમામ પોલીસ કર્મચારીઓએ બંદુક ધારી શખ્સને ઝડપી પાડી જેલમાં પૂરી દીધો છે.. આ ઉપરાંત જિલ્લામાં હજુ પણ ગેરકાયદે બંદુક રાખનાર શખ્સો સામે તપાસ કરવાનું અભિયાન યથાવત રાખવામાં આવ્યું છે.