રાજ્યમાં હજુ પણ ભૂત-પ્રેત અને ડાકણ હોવાનો વહેમ યથાવત જોવા મળે છે. આ બધાં વચ્ચે ડાંગના જામન્યામાળ ગામે ડાકણવિધી કરનારા છ જેટલા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મહિલાઓ ડાકણ હોવાનું કહેતા ત્રણેય મહિલાઓ પૈકી એક મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કેટલાક લોકો ડાકણ કહી બદનામ કરતા મહિલાને લાગી આવ્યું હતું જે બાદ મહિલાએ જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બાદ મૃતક મહિલાના પુત્રએ કેટલાક લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ત્રણ ભગત અને મહિલા સહિત છ જેટલા લોકોની ધરપકડ લીધી હતી. પોલીસે તમામની ધરપકડ કરી તેમની સામે ફરિયાદ નોંધી જેલની હવા ખાતા કરી દીધા છે.
મહત્વનું છે કે મહિલાને ગામમાં તેમજ આજુબાજુના ગામના લોકો મહિલાએ ડાકણ છે ડાકણ છે એવું કહેતા મહિલાને લાગી આવ્યું હતું. જેના કારણે મહિલાએ આપઘાત કરી લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જો કે, માતાના આપઘાત બાદ મૃતક મહિલાના પુત્રએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તમામ જવાબદાર લોકોની ધરપકડ કરી આ બનાવ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. જો આગામી સમયમાં કોઈની સંડોવણી જણાશે તો તેમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.