સોનગઢ તાલુકા પંચાયતના સભ્યએ તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. સોશ્યિલ મીડિયામાં એક વીડિયો ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ટોકરવા બેઠક પર ચૂંટાયેલા ઉર્મિલાબેન ગામીત મારામારી કરતા નજરે પડી રહ્યા છે.. તો બીજી તરફ કેટલાક લોકો 50 હજારની વાત કરતા પણ વીડિયોમાં સાંભળાઈ રહ્યા છે. સાથેજ કેટલાક લોકો હારુ ની લાગે હારુની લાગે તેવી વાત પણ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, ટોકરવા બેઠક પરથી ચૂંટાયેલા ઉર્મિલાબેન ગામીતે સોનગઢ તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ મિરામજી ગામ ગામીત સાથે મારામારી કરી હતી. મારામારી શા માટે કરી તેની જાણકારી હાલ મળી નથી પણ સૂત્રો પાસેથી માહિતી મળતા સામે આવ્યું કે, રૂપિયાને લઈ મારામારી કરી હોવાનું સાફ લાગી રહ્યું છે.