સોનગઢ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન યોજાશે.. નગર પાલિકાના સાત વોર્ડની 23 બેઠકો માટે મતદાન યોજાશે. નગર પાલિકાની ચૂંટણી માટે આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
મહત્વું છે કે, નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 23, કોંગ્રેસના 17, આપ પાર્ટીના 07 અને NCPના 01, અને અપક્ષ માંથી 03 આમ કુલ મળીને 52 ઉમેદવારો આ વખતે નગર પાલિકાની ચૂંટણીમાં મેદાને છે.
ખાસ કરીને સ્થાનિક લોકોની નજર શહેરના બે, ત્રણ, ચાર, પાંચ નંબરના વોર્ડ પરની બેઠકો પર રહેશે. તે ઉપરાંત વોર્ડ નંબર-બેમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે જે રીતે મતદાન થશે તેના પરથી તારણ કાંઢી શકાશે આ વખતની નગર પાલિકાની ચૂંટણીમાં કોણ બાજી મારશે ?