રાજ્યમાં હાલ સ્કૂલોમાં ધોરણ 1 થી 12 ના બાળકોને મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ છે. અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોબાઇલ લઈ જઈ શકે છે પરંતુ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ફોન ચાલુ રાખવા પર મંજૂરી નથી આ ઉપરાંત સ્કૂલમાં શિક્ષકો માટે મોબાઇલ ચાલુ ક્લાસે વાપરવા પર પણ પ્રતિબંધ છે. સ્કૂલોમાં બાળકો મોબાઇલ લઈ જતા નથી પરંતુ કોરોનામાં ઓનલાઇન શિક્ષણ સ્કૂલોમાં થતા બાળકોમાં સ્માર્ટફોનનું એડિશન ખૂબ જ વધી ગયું છે. અને પ્રિ પ્રાઇમરિથી લઈને ધોરણ આઠ સુધીના બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિશન જોવા મળી રહ્યું છે. હાલ નિયમ છે પરંતુ તેમ છતાં સ્કૂલોમાં બાળકો મોબાઇલ લઈને જતા હોય છે જેથી રાજ્ય સરકાર દ્વારા આ બાબતે એડવાઈઝરી તૈયાર કરવાનું નક્કી કરાયું છે અને જેમાં આ માટેના કડક નિયમો બનાવવા આવશે.
સરકારે શિક્ષણના અધિકારીઓથી માંડી સાયકોલોજીસ્ટ તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ સાથે મીટીંગ કરી હતી જેમાં તમામ અધિકારીઓને બે થી ત્રણ દિવસમાં સૂચનો આપવામાં જણાવ્યું છે એડવાઈઝરીમાં સ્કૂલોના શિક્ષકો સ્ટાફથી માંડી વાલીઓને પણ સામેલ કરાશે અને સ્કૂલોએ કઈ રીતે વાલીઓને સાથે રાખી મિટિંગો યોજી અને બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોન થી દૂર રાખવા તેના નિયમો નક્કી કરવામાં આવશે.
આ ઉપરાંત સ્કૂલોના ટચિંગ અવર્સ હોમવર્ક ઓનલાઇન શિક્ષણ હાલની શિક્ષણ પદ્ધતિ સહિતના તમામ મુદ્દાઓને આવરી લેવાશે જ્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા મુજબ બાળકોમાં વધી રહેલું સ્માર્ટફોન સોશિયલ મીડિયાનું એડિશન વગર દૂર કરવું જરૂરી છે અને જે માટે યુનિવર્સિટી દ્વારા ફાયદા અને નુકસાન બંને મુદ્દા ઉપર રિસર્ચ કરી એક રિપોર્ટ સર્કલને આપવામાં આવશે ત્યાર પછી આ મામલે વધુ અપડેટ્સ આવી શકે છે