અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી લાંચ લેતો પોલીસ કોન્સ્ટેબલ ફરી એકવાર ઝડપાય ગયો છે. પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા 65 હજારની લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, પોલીસ કોન્સ્ટેબલ અમનકુમાર ચૌહાણ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. જેથી તમને આ વિસ્તારમાં ચાલતા દારૂ-જુગાર અને સ્પા સહિતના અવળાધંધાની જાણ હતી.જથી રૂપિયા કમાવવાની લાલચે પોલીસ કોન્સ્ટેબલે સ્પા ચાલક પાસેથી રૂપિયા 4 લાખની લાંચ માંગી હતી.
સ્પા ચાલકે 4 લાખ આપવાની ના પાડતા છેવડે એક લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી. જેમાં લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ 65 હજારની લાંચ લેવા જતા ACBના સકંજામાં આવી ગયો હતો. આરોપી અમનકુમાર ચૌહાણે થોડા સમય પહેલા રૂપિયા 35 હજાર રૂપિયા સ્વીકાર્યાં હતા. આ ઉપરાંત નિકોલ વિસ્તારમાં ઘરમાં જુગાર રમતા કેટલાક શખ્સો ઝડપાયા હતા. તે યુવકો સામે જુગારનો કેસ ન કરવા તેમજ માર ન મારવા પણ રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ આરોપીઓનું સરઘસ ન કાઢવા માટે પણ લાંચની માંગણી કરવામાં આવી હતી.
હાલ તો પોલીસે લાંચિયા અમનકુમારને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. જ્યારે રૂપિયાની લાલચે સમાજન અને પોલીસ વિભાગમાં ઈજ્જત ગુમાવાનો વારો આવ્યો છે. તેમજ મીડિયામાં પણ ચહેરો બતાવી ઈજ્જત ગુમાવી બેઠો છે.
જો તમારી પાસે પણ કોઈ સરકારી અધિકારી કોઈપણ કામ માટે રૂપિયાની માંગણી કરે છે. તો તમે પણ લાંચ રૂશ્વ બ્યુરોનો સંપર્ક કરી શકો છો. તેમજ કોઈપણ સરળતાથી એસીબી સુધી પહોંચી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. એસીબીના જણાવ્યા અનુસાર, કોઈપણ ફરિયાદી ભ્રષ્ટાચાર આચરનારા વિરુદ્ધના પુરાવા 9099911055 પર મોકલી શકશે.