રાજ્યના માથે માવઠાનું વધુ એક સંકટ સર્જાયું છે ઉત્તર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. છેલ્લા બે દિવસની સરખામણીએ ગત રાત્રીના ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
છેલ્લા ચાર દિવસમાં નલિયાનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી જેટલું વધ્યું છે. અન્ય ભૂજમાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં પોરબંદર, ગાંધીનગર, દાહોદ, ડિશા, જામનગરનો સમાવેશ થાય છે. તો બીજી તરફ અમદાવાદમાં ૧૬.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે હવામાન નિષ્ણાંતો અને તેમને 18 જાન્યુઆરી બાદ ઠંડીના ચમકારોમાં ફરી વધારો થઈ શકે છે .
રાજ્યના શહેરોમાં નોંધાયેલું તાપમાન
નલિયા 11.6
ભુજ 13.4
પોરબંદર 14.0
ગાંધીનગર 14.2
દાહોદ 14.5
જામનગર 14.7
ભાવનગર 15.5
અમરેલી 16.4.
રાજકોટ 16.4
અમદાવાદ 16.6
વડોદરા 17.6
સુરત 17.3
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાના વાદળો ફર્યાં છે. કારણ કે ખેડૂતોએ અત્યારે કબિજ, ફ્લાવર, ભીંડા, ગુવાર સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે અત્યારે આ પાકોમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને તે જ સમયે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોના માંથે ચિંતાના વાદળો ઘેરાયા છે.