35 C
Ahmedabad
Tuesday, March 18, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

હવે ગાંધીનગરમાંથી નકલી ક્લાર્ક ઝડપાયો..કાંડ જાણી ચોંકી જશો !


રાજ્યમાંથી વધુ એક નકલી ક્લાર્ક બની લોકો સાથે છેતરપિંડી કરતો ભેજાબાજ ઝડપાય ગયો છે. આ વખતે ગાંધીનગર પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો છે. અધિકારીઓની બદલી કરાવવા નકલી ક્લાર્ક પૈસા માગતો હતો તેમાં જન્મેયસિંહ ઝાલા નામનો વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની જિલ્લા બદલી માટે પૈસા લેતો હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી પોલીસ ભવનમાં નોકરી કરી બદલી કરાવી આપવાનું કહેતો હતો અને જેમણે પણ બદલી કરવાની હોય તેમની પાસેથી રૂપિયા લેતો હતો.

રૂપિયા પડાવવાની મોડસઓપરેન્ડી:-

અસલી પોલીસના સકંજામાં આવેલો આરોપી પોલીસ કર્મચારીનો સંપર્ક કરી બદલી માટે આરોપી પૈસા પડાવતો હતો. આરોપીએ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો કારસો રચ્યો હતો. જેમાં પોલીસનું જ ફુલેકું ફેરવનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ અન્ય વ્યક્તિ પણ અમદાવાદમાં PSI અને ડેપ્યુટી મામલતદારના નકલી ID સાથે ઝડપાયો છે. જેમાં નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતા કિરીટની પોલીસે ધરપકડ કરી છે.

શખ્સ પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ જપ્ત :-

અમદાવાદ શહેરના મણિનગરમાંથી મુળ અરવલ્લીના એક શખસને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ, મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું છે. મણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીનની ધરપકડ કરી હતી. મણિનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કિરીટ પાસેથી પોલીસ અને મહેસૂલ વિભાગના નકલી આઈડી મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સર્વેલન્સ સ્ક્વોડે મણિનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી કિરીટની ધરપકડ કરી હતી.

રાજ્યમાંથી નકલી પોલીસ, નકલી મામલતદાર, નકલી તેલ, નકલી કચેરી અને હવે નકલી ક્લાર્ક ઝડપાય આવ્યો છે. રાજ્યની પોલીસ એક આરોપીને ઝડપી જેલમાં પૂરે છે ત્યાં તો બીજો કાંડ સામે આવી જ જાય છે. હાલ તો પોલીસે આ ઠગ ક્લાર્કને ઝડપી જેલમાં પૂરી દીધો છે.. સાથે જ પકડાયેલા આરોપી અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!