કાલથી એટલે કે, 1 જાન્યુઆરી 2025થી UPI વપરાશકર્તાઓ માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.. ભારતીય રિઝર્વ બેંકએ UPI વ્યવહારોને વધુ સુવિધાજનક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો હેઠળ યુઝર્સ પહેલા કરતા વધુ પૈસા મોકલી શકશે.
UPIમાં ટ્રન્ઝેક્શનની લિમિટમાં વધારો
RBIએ ફીચર ફોન યુઝર્સ માટે બનાવેલા UPI123Pay ની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે 1 જાન્યુઆરી, 2025થી, UPI123Pay દ્વારા દરરોજ 10,000 સુધીની ચૂકવણી કરી શકાય છે, જે પહેલા 5,000 હતી. આ ફેરફાર UPI123Pay વપરાશકર્તાઓને વધુ ફંડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે. જોકે, PhonePe, PayTM અને Google Pay જેવી સ્માર્ટફોન એપ પર ટ્રાન્ઝેક્શન મર્યાદા યથાવત રહેશે. યુઝર્સ UPI દ્વારા દરરોજ 1 લાખ સુધીનો વ્યવહાર કરી શકે છે. પરંતુ કોલેજ ફી અને હોસ્પિટલની ચૂકવણી જેવા કેટલાક ખાસ કેસ માટે આ મર્યાદા વધારીને 5 લાખ કરવામાં આવી છે.
UPI સર્કલ સુવિધા 2024માં રજૂ કરવામાં આવી હતી, અને આગામી વર્ષથી તમામ UPI-સપોર્ટેડ પ્લેટફોર્મ પર લાગુ કરવામાં આવશે. હાલમાં, આ સુવિધા BHIM એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ સુવિધા હેઠળ, વપરાશકર્તાઓ તેમના પરિવાર અથવા મિત્રોને સામેલ કરી શકે છે જેથી અન્ય વ્યક્તિ બેંક એકાઉન્ટને લિંક કર્યા વિના ચુકવણી કરી શકે. આ સુવિધામાં, મુખ્ય વપરાશકર્તા અન્ય વપરાશકર્તાના ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે.
UPIના નિયમોમાં ફેરફાર:-
પ્રાથમિક વપરાશકર્તા 5 ગૌણ વપરાશકર્તાઓ ઉમેરી શકે છે.
ટ્રાન્ઝેક્શન દીઠ મર્યાદા ₹5,000 હશે અને દર મહિને મર્યાદા ₹15,000 હશે.
સેકન્ડરી યુઝર્સ માટે પાસકોડ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.
WhatsApp સપોર્ટ બંધ થઈ રહ્યું છે
WhatsApp જૂના એન્ડ્રોઇડ ડિવાઇસને સપોર્ટ કરવાનું બંધ કરશે. મેટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે હવે તમે Android KitKat અથવા જૂના વર્ઝન પર WhatsAppનો ઉપયોગ કરી શકશો નહીં. કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણા યુઝર્સની ચિંતા વધી ગઈ છે. આ પછી, વપરાશકર્તાઓ તેના પર કોઈ નવી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે યુઝર્સને કોઈપણ પ્રકારની અપડેટ મળવાની નથી.
એમેઝોન પ્રાઇમના નિયમોમાં ફેરફાર
એમેઝોને પણ આ ક્રમમાં નવો નિર્ણય લીધો છે. હવે યુઝર્સને માત્ર 2 ટીવીનો જ એક્સેસ આપવામાં આવશે. જો કોઈ યુઝર આનાથી વધુ ટીવી પર પ્રાઇમ એક્સેસ કરવા માંગે છે તો તેણે અલગ મેમ્બરશિપ લેવી પડશે. મતલબ કે હવે ટીવી એક્સેસ પર પણ નિયંત્રણ થઈ રહ્યું છે. કંપનીનો આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે.